મોરબી તાલુકાના નીચી માંડલ શનાળા રોડનો છ કિલો મીટરનો રસ્તો ૨૮૦ લાખના ખર્ચે નવો નકોર બનાવવામાં આવશે. વધુમાં ૧૪૦ લાખના ખર્ચે વાંકાનેર તાલુકાના સમથેરવા-નાગલપર રોડ બનાવવામાં આવશે.તે જ રીતે રાજકોટના ગવરીદડ રાજગઢ(હડમતીયા) રોડના નવ નિર્માણ માટે ૩૦૦ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે અને આંદરણાં વાકળા સુધીના ૧.૭૦ કિલોમીટર સુધીના રોડને પણ નવું રૂપ આપવામાં આવશે. આ ઉપરાંત ટંકારાના વીરપરથી નાલંદા સ્કૂલ રોડના કામને પણ મંજૂરીની મહોર લગાવવામાં આવી છે.
સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુલૅભજીભાઈ દેથરિયાએ માર્ગ અને મકાનના કેબિનેટ મંત્રી પૂર્વેશભાઈ મોદીને રસ્તાના કામો અંગે કરેલ રજુઆત રંગ લાવી છે જે રજુઆતના સફળ પડઘા પડતા મોરબી, વાંકાનેર તાલુકાના ગામોના અનેક રસ્તાના કામોને ઉચ્ચ કક્ષાએથી લીલીઝંડી આપવામાં આવી છે.
બીજીતરફ પડધરી તાલુકાના એસ.એચ.ટુ હરિપર ખારી એપ્રોચ રોડ મા ૫૦ લાખના ખર્ચે કોઝવે પુલનું કામ મંજુર કરાયું છે.