મોરબીની મેડિકલ કોલેજ બાબતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની સ્પષ્ટતા

મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીમાં હાલ ચાલી રહેલી મેડિકલ કોલેજ બાબતની ચર્ચાઓ અને વિપક્ષ દ્વારા મેડિકલ કોલેજ બાબતે આપી રહેલી બયાનબાજી દ્વારા લોકો ગેર માર્ગે ન દોરાય તે માટે સ્પષ્ટતા કરતાં જણાવ્યુ છે કે મોરબી માટે ભારતીય જનતા પક્ષની સરકારે અગાઉ GMERS અંતર્ગત જે મેડિકલ કોલેજ મંજૂર થયેલ હતી તે યથાવત રાખીને રૂ. ૫૮૦ કરોડનું ટેન્ડર પણ બહાર પડી ગયું છે. તેમજ અગાઉ શનાળા નજીક નક્કી કરેલ મેડિકલ કોલેજની ૫૦ વીઘા જેટલી જમીન પણ સંપાદન કરીને આરોગ્ય વિભાગ હેઠળ પણ મૂકી દેવામાં આવેલ છે. અને ત્યાજ મોરબી માટે સરકારી મેડિકલ કોલેજ બનનાર છે.

વધુમાં રાજ્યમંત્રીએ લોકોને ખોટી અફવાઓ દ્વારા લોકોને ગેર માર્ગે ના દોરાવા જણાવ્યુ છે તેમજ આ બાબતે કોઈ શંકા રાખવાની જરૂર પણ નથી. મોરબી જિલ્લાના સર્વોચ્ચ હિત માટે મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્ય તેમજ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મેડિકલ કોલેજની હાલની વાસ્તવિક સ્થિતિ લોકો સમક્ષ મૂકી છે.