માળીયા મચ્છુ નદીમાં ઇકો કાર ખાબકી એકનું મોત કાર ચાલક સામે ફરિયાદ નોંધાઇ

માળિયા મચ્છુ નદીમાં ઇકો કાર ખાબકતા એક વૃધ્ધાનું મોત નીપજ્યું હતું જે અકસ્માતના બનાવ મામલે ઇકો કારના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે

ટંકારાના કલ્યાણપુર રોડ પર રહેતા મહેબુબ નુરમામદ કાજીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ઇકો કાર જીજે ૩૬ બી ૫૫૩૨ ના ચાલકે કાર પુરઝડપે ચલાવી માળિયા નજીક આવેલ મચ્છુ નદીના બેઠા પુલ પર ગાડી સ્લીપ થતા પુલ નીચે પાણીમાં ખાબકતા ગાડીમાં બેસેલ હલીમાબેન નુરમામદ કાજી (ઉ.વ.૬૦) નું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું માળિયા પોલીસે ઇકો કારના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે