હળવદ છેલ્લા ૧ મહિના થી ચાલતી ગેસ ના બાટલા ની કટોકટી પૂર્ણ 

વિશાલ જયસ્વાલ દ્વારા : રાંધણગેસ જીવન જરૂરિયાત છે ત્યારે સરકાર દ્વારા અવારનવાર ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે તેમ છતાં પણ હળવદ ખાતે આવેલ ભારત ગેસ એજન્સીમાં છેલ્લા એક મહિનાથી ગેસની બોટલોની અછત સર્જાઇ હતી જેના કારણે લોકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો વહેલી સવારથી જ લોકો ગેસની બોટલોની લેવા માટે લાઇનમાં ઊભા રહેતા હતા છેલ્લા એક મહિનાથી આ સમસ્યાનો હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોએ સહન કરવાના વારો આવ્યો હતો , ગેસ ના પ્લાન્ટમાં ફોલ્ટ થતા આ અછત સર્જાઇ હતી

જોકે બે દિવસથી પૂરતા પ્રમાણમાં ગેસની બોટલનો સ્ટોક આવતાની સાથે જ એક મહિનાની લોકોને પારાવાર મુશ્કેલી દૂર થશે, વધુમાં એજન્સી ધારકે જણાવ્યું હતું કે હવેથી લોકોને પૂરતા પ્રમાણમાં ગેસની બોટલ મળી રહેશે તો લોકોએ હવે વેહલી સવાર થી જ આવવાની જરૂર રહેશે નહીં