વાંકાનેર શહેરમાં આખલા રાજ…!!!!
વાંકાનેર:શહેરમાં અવાર નવાર આખલા દ્વારા લોકો પર હુમલો કર્યાની ઘટના બની રહી છે.વાંકાનેર નગરપાલિકા પાસે ઢોર નિયંત્રણ માટેના પગલાં લેવાની સત્તા પણ છે. છતાં આખલાઓ ચારે બાજુ પોતાનું સામ્રાજ્ય બનાવી બેઠા હોય તેવો ઘાટ વાંકાનેર શહેર વિસ્તારનો દેખાય રહ્યો છે. અગાઉ પણ એક એક્ટિવ ચાલક ઉપર આખલાએ હુમલો કર્યો હતો,પુલ દરવાજા પાસે પણ આવી ઘટનાઓ ભૂતકાળમાં બની ગયેલ છે.તેમ છતાં વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેરની પ્રજાની જાનમાલની સુરક્ષા માટે આખલાઓને નિયંત્રણ કરવા સારું કોઈ પગલાં લેવામાં આવતું હોય તેવું ક્યાંય નજરે પડતું નથી.
ત્યારે આજરોજ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં આખલા એ વાંકાનેર ભાજપ શહેરના ઉપપ્રમુખ હિરેન ભાઈ ખીરૈયા ઉપર હુમલો કર્યો હતો પરંતુ હિરેન ભાઈની સજાગતાને કારણે હિરેન ભાઈ ભાગવામાં સફળ થયા હતા.પરંતુ આખલા એ હિરેન ખીરૈયાની કારમાં ઘોબે-ઘોબા પાડી દીધા હતા.
વાંકાનેર શહેરમાં ભાજપના ઉપ પ્રમુખ પર થયેલા આખલાના હુમલા બાદ હવે તંત્ર જાગે છે કે કેમ તે જોવાનું રહ્યું…!!