મોરબી : આંદરણા ગામે ધારેશ્વર મહાદેવ મંદિર નવનિર્માણનું ભવ્ય આયોજન

“પંચ દિવસય શિવ આરાધના મહારુદ્ર યજ્ઞ સોમવાર થી શુક્રવાર સુધી ભગવાનના ભક્તિ ભાવ ભક્તો પૂજાપાઠ પ્રાર્થના સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે”

મોરબીમાં ધારેશ્વર મહાદેવના મંદિરનું નવનિર્માણ નિમિત્તે મોરબી નજીક ના આવેલા આંદરણા ગામ ખાતે ભવ્ય “મહારુદ્ર યજ્ઞ” નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંચ દિવસિય શિવ આરાધના સાથે મહારુદ્ર યજ્ઞ તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે જેમાં શુભ શરૂઆત તારીખ 2.5.2022 સોમવારે સવારે 08:30 કલાકે ભક્તિભાવ સાથે શરૂઆત થશે જે તારીખ 6.5.2022 ને શુક્રવારે 02:30 કલાકે પુર્ણાહુતી કરાશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોહનભાઈ કુંડારીયા સાંસદ સભ્ય, હરજીવનભાઈ કુંડારિયા, ચુનીલાલ કુંડારિયા,વાલજીભાઈ કુંડારિયા સહિત કુંડારિયા પરિવાર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

જેમાં યજ્ઞના આચાર્ય ધારેશ્વર મહાદેવ પરમ ઉપાસક શાસ્ત્રી રાજુભાઈ વેદ વિશારદ (આંદરણા વાળા) સહિત ક્રમ ના આચાર્ય જયંતીલાલ જોશી હિન્દુ શાસ્ત્ર મુજબ શિવ આરાધના સાથે મહારુદ્ર યજ્ઞ કાર્યક્રમને ભગવાનની આસ્થાભેર ભક્તિભાવે કાર્ય કરશે.