ભાઈઓની ૭ મે અને બહેનોની ૮મી મે ના રોજ મોહમ્મદી લોકશાળા-ચંદ્રપુર, તા.વાંકાનેર ખાતે સ્પર્ધા યોજાશે
ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલમહાકુંભ-૨૦૨૧નું આયોજન કરવામાં આવનાર છે. આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ ઉભું થાય અને ખેલદિલીને આગળ વધારવા તથા ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે ખેલાડીઓની પ્રતિભા વધે તેમજ શારીરિક સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવાનો છે.
આ ખેલ મહાકુંભમાં કબડીની સ્પર્ધામા ખેલાડીઓ ભાગ લે તે હેતુથી તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિવિધ રમતોનાં જુદા જુદા વયજૂથમાં સમાવેશ કરી આયોજન કરવામાં આવેલ છે. જે સ્પર્ધાનું મોરબી જિલ્લા કક્ષાનું આયોજન તા.૦૭/૦૫/૨૦૨૨ના રોજ ભાઇઓ અને તા.૦૮/૦૫/૨૦૨૨ના રોજ બહેનોની સ્પર્ધા મોહમ્મદી લોકશાળા – ચંદ્રપુર, તા. વાંકાનેર જિ. મોરબી ખાતે થશે,
જેમા તાલુકા કક્ષાએ વિજેતા થયેલ અને દ્વિત્તિય ક્રમે રહેલ ભાઇઓની ટીમે તા.૦૭/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૦૭:૦૦ થી ૮:૦૦ સુધી તેમજ બહેનોની ટીમે તા.૦૮/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૭:૦૦ થી ૮:૦૦ સુધીમાં રીપોર્ટીંગ કરવાનું રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી – રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન. પ્રાંત યુવા વિકાસ અધિકારી બી.એસ. નાકિયા મો.૯૭૧૪૯૦૪૬૬૯નો સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવેલ છે.