વિચરતી વિમુક્ત જાતિના લાભો મેળવવા ધાગંધ્રામા બેઠક મળી સરકાર સામે મોરચો માંડશે

બિન રાજકીય સંગઠન દ્વારા આગામી સમયમાં આવેદનપત્ર આપીને લાભોની માંગણી કરશે

સરકાર અમારો અવાજ નહીં સાંભળે તો મતપેટીમા જવાબ આપશુ : પ્રભારી મંત્રી

વિશાલ જયસ્વાલ : કેન્દ્ર સરકારે નિમેલા કમિશનની ભલામણો મુજબ વિમુક્ત અને વિચરતી જાતિને અલગ ૧૦ ટકા અનામત આપવાની ભલામણને લઈને રાજ્ય સરકાર દ્વારા વ્હાલા દવલા નીતિ અપનાવી છે જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રણમાં મીઠું પકવતા અગરિયા હોય કે કોળી સમાજના વિવિધ સંગઠનો ભાજપ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે વિમુક્ત જાતિઓમાં આવતી ગુજરાતમાં આશરે દોઢ કરોડની વોટબેંક છે જેમાં ચુવાળીયા કોળી સમાજ મુખ્યત્વે છે આ સમુદાયના સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિમુક્ત અને વિચરતી જાતિ માટે રાજ્ય સરકારના ધારાસભ્યો તેમજ ગુજરાતના સાંસદોની ૧૦% અલગ અનામત અને ભલામણનો સ્વીકાર કરવા માટે કરેલી રજૂઆતોમા રાજ્ય સરકારની નીતિ વિષયક પ્રશ્ન છે.

વિચરતી અને વિમુક્ત જાતિઓની અલગ અનામતના અમલીકરણ માટે ધાંગધ્રા હળવદ વિધાનસભામાં બેઠકોનો દોર આરંભ્યો છે અન્ય પછાત સમાજ માટે તેમજ સવર્ણ સમાજ માટે લાલ જાજમ પાથરીને અનામતની લ્હાણી કરી રહ્યા છે ત્યારે વર્ષ ૧૯૯૫ સુધી શિક્ષણ ક્ષેત્રે સરકારી નોકરીઓમાં અનામતનો વિવિધ લાભો મળતા હતા તે દૂર કરી નાખતા કેન્દ્ર સરકારે ઠરાવેલી અનામતને મંજૂર કરવામાં આવતી નથી એ માંગ ઊભી થતાં ભાજપ હવે નેતાઓ ચિંતાતુર છે વિમુક્ત અને વિચરતી જાતિ પૈકીની વિમુક્ત જાતિઓમાં સમાવેશ થતા કેન્દ્ર સરકારના ઈદાતે કમિશન આવેલી ૧૦% અલગ અનામત રાજ્ય સરકાર પાસે અમલી કરાવવા માટે સૌરાષ્ટ્રની વિધાનસભામાં ચુવાળીયા કોળી યુવાનો સરકાર સામે સમાજને અનામત મળે તે માટે ચળવળ ચલાવી રહ્યાં છે

આંદોલનને વેગ આપવા માટે ધાંગધ્રાના કુડા રોડ ઉપર આવેલ વેલનાથ બાપુની ધાર્મિક જગ્યાએથી પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા ખાતે સૌરાષ્ટ્રના આગેવાનોની મિટીંગ બોલાવીને ૧૦/૫ના રોજ સૌરાષ્ટ્રની દરેક વિધાનસભા ક્ષેત્રમાં આવેદનપત્રો આપવામા આવશે તો પોરબંદર મહાત્મા ગાંધીજીના સ્થિતિ મંદિરથી મોટરસાયકલ સાથે બાઇક રેલી અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે સૌરાષ્ટ્રભરના આગેવાનો સરકારને કેન્દ્ર સરકારના ઈદાતે કમિશન ૧૦% અલગ અનામત રાજ્ય સરકાર પાસે અમલી કરવા માટે સામે રજૂઆત કરશે વિમુક્ત અને વિચરતી જાતિઓની અનામત આંદોલન સરકાર સામે આકરાં પાણીએ શરૂ થતા ચળવળના નવો પ્રાણ ફુંકાશે એવા એંધાણ વર્તાઇ રહ્યા છે

ધાંગધ્રા ખાતેની પ્રેસ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત વિમુક્ત વિચરતી જાતિની એકતા મંચના ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉક્ટર ચતુરભાઈ ચરમારી, જિલ્લા પંચાયતના સદસ્ય છત્રસિંહ (પપ્પુભાઈ)ઠાકોર,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સનતભાઈ ડાભી,ભરતભાઈ રાઠોડ, રમેશભાઈ ધામેચા,મહેશભાઈ શિહોરા સહિત ધાંગધ્રા વિધાનસભા ના મુખ્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.