મોરબીના ભડીયાદ ખાતે સરકારી ખરાબામાં ગરીબોના મકાનો પર તંત્રનું ડીમોલેશન કારખાના ફેકટરીઓ સામે આંખ આડા કાન!?
મોરબી શહેર ગ્રામ્ય વિસ્તારમાં સમસ્યાઓની હારમાળા નો અંત લાવવામાં સ્થાનિક રાજકીય નેતાઓ જિલ્લા કક્ષાના અધિકારીઓ નિષ્ફળ નિવડયુ હોય છાશવારે ઘટનાઓ પ્રકાશમાં આવી છે જેમાં જે તે સમયે થતા બાંધકામો કે ગેરકાયદેસર મકાનો વાળા વંડી તંત્રની નિષ્ક્રિયતા કે આયોજનનો અભાવ હોય તે ફરી એક ઘટના મોરબીના ભડીયાદ ખાતે પ્રકાશમાં આવી છે જેમાં સરકારી ખરાબામાં ગેરકાયદેસર બાંધકામો બની ગયા અને ઘણા સમયથી રહેવા લાગ્યા એ સમય દરમિયાન તંત્રની આંખમાં કેમ?આવ્યું નહિ હોય!!! એકાએક નોટિસ પાઠવી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે
ત્યારે તેની આસપાસ કારખાના ફેકટરી કેટલા કાયદેસર છે એવા પ્રશ્ન ભડીયાદ ખાતેના લોકો ઉઠાવી રહ્યા છે તો ખરાબામાં કારખાના ફેક્ટરી પૈસાદાર ને જલસા! વિકાસ લક્ષી સરકારના રાજમાં ગરીબ ને દંડ ના ભાગરૂપે દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત ભડીયાદ માં ખરાબાની જમીન ઉપરના બાંધકામો દૂર કરવામાં લાગેલા અધિકારીઓ ગેરકાયદેસર ફેકટરી કારખાના સામે ગેરકાયદેસર સરકારી જમીન ખરાબામાં કરવામાં આવતા દબાણ અંતર્ગત કારખાના ફેકટરી ધારકોને નોટિસ તંત્ર દ્વારા પાઠવી દબાણ કારક કારખાના ફેક્ટરી પર સરકારી બુલડોઝર ફરશે કે કેમ ? એ આવનાર સમય કહેશે હાલ ભર ઉનાળે ગરીબોના મકાનો સરકારી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે