મોરબીના ચીફ કોચ ગેરી ક્રિશ્ચન અને મોર્ની મોર્કેલ સાથે વેબિનાર મીટીંગમાં જોડાયા

મોરબીના ચીફ કોચ ગેરી ક્રિશ્ચન અને મોર્ની મોર્કેલ સાથે વેબિનાર મીટીંગમાં જોડાયા, ત્રણ કલાક લાંબી ચર્ચા કરાઈ
મોરબી ક્રિકેટ એસોના ચીફ કોચ નિશાંત જાનીએ તાજેતરમાં ઇન્ડિયાના ભૂતપૂર્વ કોચ ગેરી ક્રિશ્ચન અને સાઉથ આફ્રિકી બોલર મોર્ની મોર્કેલ સાથે ૩ કલાક લાંબી વેબિનાર મીટીંગમાં ભાગ લઈને ટી ૨૦ ક્રિકેટ સહિતના મુદે ચર્ચા કરીને નવી જાણકારી પ્રાપ્ત કરી હતી

મોરબી ક્રિકેટ એસોના ચીફ કોચ નિશાંત જાનીએ વેબિનાર મીટીંગમાં ક્રિકેટ ફિલ્ડમાં ઉપગ્રેડ અને અપડેટ રહેવું જરૂરી છે અને આંતરરાષ્ટ્રીય પ્લેયર્સ પાસેથી વિવિધ ટેકનીક શીખી તેઓ તેના પ્લેયર્સને આંતરરાષ્ટ્રીય ખેલાડી બનાવવા હમેશા તત્પર રહે છે અને સારું કોચિંગ આપી સકે તેવા હરહમેશ પ્રયાસ કરતા રહે છે

જે પ્રયાસના ભાગરૂપે હાલ ટી-૨ ક્રિકેટ યુવાનોને ઘેલું લાગ્ડ્યું છે ત્યારે ટી-૨૦ માઈન્ડસેટ, ટીમ કલ્ચર ટુર્નામેન્ટ પૂર્વે અને પછી તેમજ ખેલાડીઓ સાથે ઈફેક્ટીવ કોમ્યુનીકેશન ઉપરાંત મેનેજમેન્ટ અંગે કોચનો શું રોલ હોય છે તેના પર વિસ્તૃત ચર્ચા કરી હતી

ઉલ્લેખનીય છે કે મોરબી ક્રિકેટ એસોના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયા પણ મોરબી જીલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચે અને મોરબીનું ગૌરવ વધારે તેવા પ્રયાસો કરતા રહે છે ત્યારે ચીફ કોચ પણ નવી નવી માહિતી અને ટેકનીક શીખીને ખેલાડીઓને સઘન તાલીમ આપી રહ્યા છે