સર્વજ્ઞાતિ સર્વપિતૃના ઉધાર મોક્ષાર્થેમા ચાલી રહેલી શ્રી મદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ 

કોરોનામાં અવસાન પામેલા કોઈપણ જ્ઞાતિના કોઈપણ પરિવાર જનોના સ્વજનનના આત્માની શાંતિ માટે
મોરબી ના સામાજિક કાર્યકર, સેવાભાવી નીડર લીડર પદ્યુમનસિંહ ખુમાનસિહં ઝાલા (પદુભા ) દ્વવારા આયોજિત ભાગવત સપ્તાહમા ખુબ બોહડી સંખ્યામાં ભાવિક ભક્તોનો માનવ મેહરામણ ઉમટીયો રહ્યો છે.

ભવ્યાતિ ભવ્ય વામનરામ કૃષ્ણ પ્રાગટ્ય નો સુંદર અવસર ઉજવાયો હતો.દિવ્ય વાતવરણ વચ્ચે ભાવિકોના રદયમાં ભક્તિનું ઘોડાપૂર ઘુઘવાટા કરતું જોવા મળ્યુ હતું.અને સમગ્ર વાતાવણમાં ” નંદ ઘેર આનંદ ભયોના” ના નાદથી મોરબી ગોકુળિયું ગામ બની ગયું હતું. ભાવિકો હાથમા કળતાલ અને મુખમાં બ્રહ્માંડના નાયકને વધાવવા મનમુકી ઝૂમી ઉઠ્યા હતા. અને મોરબી શહેર મા અનોન્દોસત્વ છવાયો હતો.

આ કથા નુ રસપાન પ્રસિદ્ધ કથા પ્રવક્તા પૂજ્ય શ્રી નીખિલભાઈ જોષી મોરબી વાળા કરાવે છે આજ નંદઘરે આંનદભયો ના નાદ સાથે ભક્તિ ના સુર ભજન નો સાથ સાથે જાણે વાતવરણ મા દિવ્ય અનુભૂતિ થતી હોઈ એવુ ભક્તિ ભુક્તિ મુક્તિ નો સમનવય સર્જન થયું.  સંતોમહંતો, કથાકારો તેમજ રાજદ્વારીઓ,સમાજ સેવકો મોટી સંખ્યામાં પધાર્યા હતા અને કથાશ્રવણ નો લાભ લીધો હતો.

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિહં જાડેજા,
ભારતિય જનતા પાર્ટી ના શનિષ્ઠ કાર્યકર નરેન્દભાઈ પોપટ, મોરબી કરણીસેનાના પ્રમુખ તેમજ તમામ કરણી સેના ના સદસ્યઓ મોરબી રાજપૂત સેના ના પ્રમુખ રઘુવીરસિહં તેમજ તેમની ટીમના હોદેદારો, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેન્તીભાઇ જે.પટેલ સહીતના રાજદ્વારી.

ભાવિકો સ્ત્રોતા દિવસ દિવસ ઉત્સાહ તેમજ સખીયા મા ખુબ વધારો થઈ રહીયો છે કથા દરમિયાન ભાવિકો ને ચા પાણી તેમજ ઠંડા પીણાં ની સુંદર વેવસ્થા કરેલ છે.

અનેક સુંદર વાતો, દૃષ્ટાંતો આપવામાં આવી રહ્યા છે.હજુ આવતા દિવસોમાં ગોવર્ધનલીલા, રુક્ષમણી વિવાહ,
સુદામા ચારિત્રજેવા ઉત્સવો ભક્તિભાવ અને ધામધુમથી ઉજવાસે મોરબીની ધર્મપ્રેમી જનતાને આયોજક પદુભા સહિત લખધીરવાસ મિત્ર મંડળે હાર્દિક નિમઁત્રણ પાઠવ્યું છે.