ધખધખતા તાપ વચ્ચે ખેત મજુરોને ખેડૂતો ડુંગળીનો પાક મેળવતા કેમેરામાં કેદ!

ભર ઉનાળે પતરા નળીયા નીચે બેસવું પણ કઠિન બન્યું હોય એવા સમયે ખુલા આસમાન ધખધખતા તાપ વચ્ચે ખેત મજુરોને ખેડૂતો ડુંગળીનો પાક મેળવતા કેમેરામાં કેદ!

વાંકાનેર પંથકમાં વાંકાનેર તાલુકાના તીથવા થી અરણીટીંબા ગામ તરફ જતા માર્ગે ગત તારીખ 29 4 2022 ના રોજ ખરા બપોરે ધોમધખતા તાપમાં ખેડૂત અને ખેત મજુર ડુંગળીનો પાક ઉતારતા કેમેરામાં કેદ થયા છે જે અંગેની વિગત એવી છે કે હાલ સૂર્યમુખી તેજ રફતાર માં મિજાજ પ્રચંડ કરી રહ્યા છે એવા સમયે ભર ઉનાળે ખરા બપોરે ખુલ્લા આસમાને આજની આ કારમી મોંઘવારીમાં મંદીના માહોલમાં જેટલા સભ્યો એટલા કમાઈ તો ભેગુ ના થાય! એવી પરિસ્થિતિ મોટાભાગના લોકો મહેસુર કરી રહ્યા છે

ત્યારે વાંકાનેર પંથકના ખેડૂતો દ્વારા ડુંગળી ના પાક સમયસર લેવા માટે પોતાની ખેતીવાડીમાં ધોમધખતા તાપમાં મજૂરો સાથે જોવા મળી રહ્યા છે જેમાં નાના બાળકોને વૃક્ષ ના ઝાડ નીચે છાયા માં રાખી ને પોતે કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મંદી મોંઘવારીના સમયમાં પહોંચી વળવા માટેના પ્રયાસો કરી રહ્યા છે નજરે પડે છે