જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં મોટીબરાર પ્રા. શાળાના વિદ્યાર્થીઓનો ઉજ્જવળ દેખાવ

ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્પેશયલ ખેલમહાકુંભ 2022 અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલમહાકુંભનું જોધપર નદી ગામ પાસે આવેલ ઉતરબુનિયાદી હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીબરારની રત્નમણિ પ્રા. શાળાનો વિદ્યાર્થી સંજય કરશનભાઈ ચૌહાણ એ ૮ થી ૧૫ વર્ષ વયજુથ માટે યોજાયેલ

એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લઈ મોરબી જિલ્લા કક્ષાની ૨૦૦મી દોડ સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે. આ તકે તેમના માર્ગદર્શક દિનેશભાઈ સભાણી (આઈ.ડી.ઈ. એસ.એસ. – માળિયા તાલુકો), શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા તેમજ શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.