મોરબી : લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સેમિનાર યોજાયો

ઉધોગ નગરી મોરબી ખાતે લઘુ ઉદ્યોગ ભારતી-મોરબી, અફસર બીટીયા સ્કીલ અપ તથા ટાટા ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે સ્કીલ ડેવલપમેન્ટ તથા રોજગાર તથા સ્વાવલંબન ભારત વિષય પર સેમિનાર નુ હોટેલ ધ ફનઁ રેસીડન્ટ મા આયોજન કરવામા આવેલ

જેમા મોરબી  સિરામિક એશોસીએશન ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઇ બોપલીયા, અફસર બીટીયા સ્કીલ અપ ના રાજેશભાઈ ગાંધી, ટાટા ટ્રસ્ટ ના રમા ગુપ્તા લઘુ ઉદ્યોગ ભારતી ના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરા, અમૃતભાઈ ગઢીયા સ્વાવલંબન ભારત ના સૌરાષ્ટ્ર ના સમન્વયક નવીનભાઈ વસા તથા લઘુ ઉદ્યોગ ભારતી ના ભીમજીભાઈ ભાલોડીયા તથા દેવેન્દ્ર કલોલા ઉપસ્થિત રહયા હતા.