મોડેલ સ્કુલમાં ૬ થી ૯ માં પ્રવેશ માટે ૨જી મે થી પ્રક્રિયા શરૂ

જિલ્લા શિક્ષણાધિકારી મોરબીની યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય સંચાલીત મોડેલ સ્કુલ/મોડેલ ડે સ્કુલોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૬ થી ૯ માં વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થશે.

મોરબી જિલ્લામાં મોડેલ સ્કુલ-વાંકાનેર, નવા આઈ.ટી.આઈ. પાસે, રાજકોટ રોડ, વાંકાનેર, મોડેલ સ્કુલ-મોટી બરાર તા.માળીયા(મી.) અને મોડેલ સ્કુલ-હળવદ, જી.આડી.સી. સામે, ધ્રાગધ્રા રોડ, હળવદ ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

તા.૦૨/૦૫/૨૦૨૨ થી અરજી વિતરણ શરૂ થશે, તા.૦૧/૦૬/૨૦૨૨ સુધી અરજી શાળાઓમાં સ્વીકારાશે, તા.૦૪/૦૬/૨૦૨૨ ના રોજ મેરીટ યાદી જાહેર થશે અને તા.૧૦/૦૬/૨૦૨૨ સુધીમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

ધોરણ-૧૧ માં પ્રવેશ મેળવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ ના પરીણામ બાદ પ્રવેશફોર્મ વિતરણ કરવામાં આવશે

આ મોડેલ સ્કુલોમાં અનુભવી શિક્ષકો દ્વારા વિનામુલ્ય શિક્ષણ, પાઠ્યપુસ્તકો, ધોરણ-૯ થી ધોરણ-૧૨ની પત્રતા ધરાવતી ૧૦૦ દિકરીઓ માટે ફ્રી હોસ્ટેલની સુવિધા, સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-૯ ની પાત્રતા ધરાવતી કન્યાઓને વિનામુલ્યે સાયકલ સહાય આપવામાં આવશે.