મોરબી જિલ્લાનું સેવાકીય એક્ટિવ ફાઉન્ડેશનને એક વર્ષ પુર્ણ

મોરબી જિલ્લા માં કોરોના જેવી મહામારી માં ઘણા લોકો સુધી એક્ટિવ ફાઉન્ડેશન દ્વારા નાની મોટી સેવા કરવા પોચાડવામાં આવી હતી જેમાં વાત કરીએ તો મોરબી જિલ્લા ગત વર્ષે કોરોના જેવી મહામારી માં રાહત દરે આશરે ૧૦૦૦ કિલો થી વધુ લીંબુ નું વિતરણ કરી ઘણા બધા મોરબી જિલ્લા ની જાહેર જનતા એ લાભ લીધેલ હતો સાથે મોરબી જિલ્લા ના સમગ્ર કોવિડ સેન્ટર માં લીંબુ સરબત નું બોટલ પેકિંગ માં વિતરણ કરવામાં આવ્યું

સાથે મોરબી જિલ્લા ની સરકારી તેમજ પ્રાઇવેટ કોવિડ હોસ્પીટલ માં આશરે ૫૦૦૦ થી ૭૦૦૦ લીંબુ સરબત નું બોટલ પેકિંગ માં વિતરણ કરવામાં આવ્યું હતું અને કોવીડ મહામારી દરમિયાન રાજકોટ ના જિલ્લા ની સરકારી તેમજ પ્રાઇવેટ કોવિડ હોસ્પીટલ માં લીંબુ સરબત નું બોટલ પેકિંગ માં વિતરણ કરવામાં આવ્યું હતું

મોરબી જિલ્લા ની સરકારી તેમજ પ્રાઇવેટ હૉસ્પિટલ ઓ માં રાત્રે ગરમ ચા નાસ્તો તેમજ પાણી નું વિતરણ કરવામાં આવ્યું હતું મોરબી માં દરેક પોલીસ મથકે તેમજ મોરબી ના અલગ અલગ વિસ્તાર ના પોઇન્ટ પર પોલીસ જવાનો ને રાત્રે ગરમ ચા નાસ્તો પણ વિતરણ કરવામાં આવ્યો હતો

એક્ટિવ ફાઉન્ડેશન ને એક વર્ષ પુર્ણ થઈ બીજા વર્ષ ની શરૂવાત થવા જઈ રહ્યું છે ત્યારે પોતાની સમગ્ર યુવા ટીમ તેમજ ચેરમેન પ્રમુખ અને ઉપપ્રમુખ અને ટ્રસ્ટી મંડળ દ્વારા મોરબી જિલ્લા અને સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર ની જનતા ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ

એક્ટિવ ફાઉન્ડેશન ના ચેરમેન એલિશ ઝાલરિયા દ્વારા મોરબી જિલ્લા ની સમગ્ર જનતા તેમજ અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો ને આવાહન કરવામાં આવે તમારા કોઈ પણ ધાર્મિક કાર્યો તેમજ નાના મોટા પ્રસંગો ની પ્રેરણાદાયી ઉજવણી કરી એક્ટિવ ફાઉન્ડેશન સાથ સહકાર આપવા આવાહન કરવામાં આવે છે