મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસો થી કોરોનાથી રાહત હતી પણ આજે ઘણા દિવસોના વિરામ બાદ કોરોનાને ફરી માથું ઊંચકિયું છે આજે મોરબી જિલ્લા માં 90 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં થી 1 વ્યક્તિ કોરોના પોઝિટીવ આવ્યા છે આજે આવેલ કેસ મોરબી ગ્રામ્ય વિસ્તારનો છે
મોરબી જીલ્લા માં 50 દીવસ બાદ ફરી કોરોના નો એક કેસ નોંધાયેલ છે જેમાં મોરબી તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ના રહેવાસી 26 વર્ષ ના પુરુષ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે તેમણે કોરોના રસી નો એક ડોઝ લીધેલ છે તેમજ અન્ય કોઈ મોરબી જીલ્લા બહાર ની ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેમજ દર્દી હાલ હોમ આઇસોલેશન હેઠળ કોરોના ની સારવાર માં છે.
મોરબી જિલ્લામાં આજ દિન સુધી 524838 લોકોના સેમ્પલ લેવાના આવ્યા છે જેમાંથી 10768 કેશ નોંધાયા છે જેમાં 10418 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને 95 લોકોના મૃત્યુ થયું છે