મોરબી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા પટેલ સમાજ વાડી નિર્માણમાં ૧.૧૧ લાખની રકમ આપી

મોરબીમાં નવરાત્રીનું આયોજન કરનાર ઉમિયા નવરાત્રી મહોત્સવ ગ્રુપ દ્વારા આવકારદાયક જાહેરાત કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લામાં પટેલ સમાજની વાડી બને તેમાં ૧.૧૧ લાખની રકમ આપવામાં આવશે

ઉમિયા નવરાત્રી મહોત્સવ ગ્રુપની યાદીમાં જણાવ્યા અનુસાર મોરબીમાં નવરાત્રી માટે સંસ્થા ગરબાનું આયોજન કરે છે જેના થકી થનારી રકમ સમાજ ઉપયોગી કાર્યમાં વાપરવામાં આવતી હોય છે ત્યારે મોરબી જીલ્લામાં પટેલ સમાજની કોઈપણ વાડી બને તેમાં ઉમિયા નવરાત્રી મહોત્સવ ગ્રુપ રૂ ૧,૧૧,૧૧૧ ની રકમ આપવાની જાહેરાત કરી છે

મોરબી માં દર વર્ષ અલગ અલગ સેવા કર્યો માં પણ રકમ નું દાન આપવામાં આવે છે. નવા બસ સ્ટેન્ડ સામે સરદાર વલ્લભભાઈ નું સ્ટૅચિયું જે ઉમિયા નવરાત્રી તરફથી બનાવી આપવામાં આવેલ છે , મોરબી શહેર માં સીસીટીવી કેમરા પ્રોજેક્ટ માં પણ યોગદાન આપેલ સાથે યુવા જ્ઞાનોત્સવ જેવા સમાજ ને ઉપીયોગી કાર્યક્રમ માં પણ ઉમિયા નવરાત્રી તરફ થી સેવા આપવામાં આવી છે

તે ઉપરાંત સંસ્થાએ કોરોના કેર સેન્ટરમાં ૨૧ લાખ, લજાઈ ખાતે નવનિર્માણ પામતી મોરબી પાટીદાર સમાજવાડીમાં રૂ ૫૧ લાખ, ટંકારા પાટીદાર સમાજમાં ૧૧,૧૧,૦૦૦ તેમજ શહીદ પરિવારને મદદ કરવા સહીતના સેવાકાર્યોમાં યોગદાન રહ્યું છે