મોરબીના જાબુંડિયા ગામ નજીક આવેલ સિરામીક ફેકટરીમાં ટાઇલ્સની ચોરી કરી ગયાનો બનાવ બનતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખેલ હતો.
મોરબીના ઘૂંટુ ગામે બસ સ્ટેશન સામે છોટે સરદાર પાર્ક સોસાયટીમાં રહેતા ધવલભાઇ અશોકભાઇ કૈલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા આઇસર ચાલક તથા મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તા. 27ના રાત્રીના સાડા દસેક વાગ્યાથી તા.28ના રાતના આશરે દોઢેક વાગ્યા દરમ્યાન તેમના જાંબુડિયા ગામ નજીક આવેલ એવિયાના સીરામીકના ગોડાઉનમાથી રૂપિયા 4.64 લાખની કિંમતની 476 પેટી ટાઇલ્સની ગઠિયો ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.
ટાઇલ્સની ચોરીની ફરિયાદને આધારે સઘન તપાસ ચલાવીને આ બનાવના મૂળ સુધી પહોંચી તાલુકા પોલીસ મથકના પીઆઇ વિરલ પટેલ સહિતના સ્ટાફે આરોપી નાથાભાઈ ઉર્ફે યુવરાજ બહાદુરભાઈ થરેસા (ઉ.વ.૨૫, રહે ખોડિયાર સોસાયટી ઇન્દિરાનગર, મોરબી)ને મહેન્દ્રનગર નજીક સમર્પણ હોસ્પિટલ પાસેથી દબોચી લીધો હતો. તેની પાસેથી સ્થળ પરથી જ ૨૬ પેટી અને ઘુંટુ પાસેથી ૨૫૦ પેટી એમ કુલ ૪૭૬ પેટીનો મુદામાલ કબ્જે કર્યો છે. આરોપી અગાઉ આ જ કારખાનામાં કામ કરતો હતો.