હળવદ તાલુકાના શિરોઈ ગામની સીમમાં નરાધમ શખ્સે માસુમ કુમળી વયની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. જો કે, હળવદ પોલીસે આ જધન્ય કેસમાં ટેક્નિકનો ઉપયોગ કરી ગણતરીની કલાકોમાં જ નરાધમને મધ્યપ્રદેશ થી દબોચી લઈ પ્રસંશનીય કામગીરી કરી છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં તા.7ના રોજ ભોગબનનાર બાળકીના પરિવારજનો દ્વારા ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી જીતેન્દ્ર ઉફે જીતેન ખીમલા ભાભોર, ઉ.28 રહે ગામ-બકીયા તા.પેટલાવદ જી.જામ્બુવા મધ્યપ્રદેશ વાળાએ તેમની દીકરીને બળજબરી પુર્વક શીરોઈ ગામની સીમમાં નવઘણભાઈ જગાભાઈ પંચાસરાની વાડીની ઓરડીમાં લઈ જઈ દુષ્કર્મ ગુજરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય બાળકી ગભરાઈ ગઈ હતી પરંતુ પરિવારજનોએ બાળકીની સ્થિતિ જોતા પરિસ્થિતિ પામી જઈ તાકીદે પોલીસ મથકે જાણ કરી હતી.
આ ગંભીર બનાવને અનુસંધાને જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ સત્વરે આરોપીને શોધી કાઢવા સુચના આપતા મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ હળવદ પીઆઇ કે.જે.માથુકીયાએ હળવદ પોલીસ સ્ટાફની એક સ્પેશિયલ ટીમ બનાવી હતી જે ટીમે આ નરાધમ ને દબોચી લેવા તજવીજ હાથ ધરી હતી ત્યારે ટેકનોલોજીની મદદથી નરાધમ જીતેન્દ્ર ઉર્ફે જીતેનને મધ્યપ્રદેશ હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે એક ટીમ તાત્કાલિક એમપી મધ્યપ્રદેશ ખાતે મોકલી દુષ્કર્મ આચરનાર જીતેન્દ્ર ઉર્ફે જીતેનને ગણતરીની કલાકમાં મધ્યપ્રદેશ ખાતે થી પકડી લાવી ધોરણસર કાર્યવાહી કરી હતી