મોરબી : B.Sc. સેમેસ્ટર 6 ના પરિણામમાં એલિટ કોલેજે રચ્યો ઐતિહાસિક રેકોર્ડ

તાજેતર માં આવેલા B.Sc. સેમેસ્ટર 6 નું પરિણામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેમાં એલિટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોલંકી એકતા રાજેન્દ્રભાઈ એ 550 માંથી 545 માર્કસ હાંસલ કરીને સમગ્ર મોરબી જિલ્લા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ માં 99.09% મેળવીને ઇતિહાસ રચ્યો છે.

સોલંકી એકતાએ તેમના પુરુષાર્થ થી એલિટ કોલેજ, તેમના પરિવાર તથા સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમની આ અતુલ્ય સિદ્ધિ બદલ એલિટ સંસ્થાના પ્રેસિડન્ટ એસ.ડી. કલોલા અને આચાર્ય મિતલ મેનપરા મેડમે ખૂબખૂબ શુભેચ્છાઓ પાઠવી અને પ્રધ્યાપકોની મેહનતને પણ બિરદાવી.