મોરબી : I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરેલ બાગાયતદાર ખેડૂતોએ સાધનિક કાગળો તાત્કાલીક રજૂ કરવા

મોરબી જીલ્લાના ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વ્રારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે I-Khedut Portal પર બાગાયતદાર ખેડૂતોએ ઓનલાઇન અરજી કરેલ હોય પરંતુ તેઓએ ઓનલાઇન અરજી સાથે જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામક કચેરીમાં રજુ કરેલ ન હોઇ તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત રહી ના જાય તે હેતુથી ઓનલાઇન અરજીપત્રક સાથે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ.જાતિ) જેવા સાધનિક કાગળો દીન-૫ માં નાયબ બાગાયત નિયામકની કચેરી,રૂમ નં ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબી ના સરનામે અચુક રજૂ કરવા નાયબ બાગાયત નિયામક મોરબી દ્વારા જણાવવામાં આવેલ છે.