મોરબી : સંરક્ષણ દળોમાં જોડાવા માટે ની:શુલ્ક તાલીમ વર્ગ યોજાશે

લેખિત પરીક્ષા માટે નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા તાલીમ અપાશે

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા સંરક્ષણ દળો-આર્મી, નેવી, એરફોર્સ, અર્ધ લશ્કરી દળો-વગેરેમાં જોડાવા માંગતા યુવાનો ભરતી રેલીમાં સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે રોજગાર વિનિમય  કચેરી, મોરબી દ્વારા એક માસના, રહેવા-જમવાની ની:શુલ્ક વ્યવસ્થા સાથેના, નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી સમયમાં મોરબી ખાતે કરવામાં આવનાર છે, જેમા શારીરિક ક્ષમતા કસોટી માટેની અને લેખિત પરીક્ષા માટેની પુર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા આપવામાં આવશે. તેમજ તાલીમ લેવા બદલ ઉમેદવારોને નિયમોનુસાર સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.

તાલીમ વર્ગમાં ઓછામાં ઓછી ધો-૧૦ પાસની લાયકાત ધરાવતા અને ઉંમર જનરલ ડયુટી માટે ૧૭ વર્ષ ૬ માસથી ૨૦ વર્ષ ટેડ મેન, ટેકનિકલ અને ક્લાર્ક માટે માટે ૧૭ વર્ષ ૬ માસથી ૨૨ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવારો (અપંગો અને બહેનો સિવાય) પ્રવેશ મેળવી શકશે. તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક લાયક ઉમેદવારોએ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, બેન્ક પાસબૂકની વિગત, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફઆધાર કાર્ડની નકલ વગેરે સાથે રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદનરૂમ નં. ૨૧૫સો-ઓરડી  વિસ્તારમોરબી ખાતે અરજી કરવા તેમજ વધું વિગત માટે કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦  પર સંપર્ક સાધવા રોજગાર અધિકારી-મોરબી દ્વારા જણાવવામાં આવેલ છે.