સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 6 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 15 માં નવયુગ મહિલા સાયન્સ કોલેજની 14 વિદ્યાર્થિનીઓ મેદાન માર્યુ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 6 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉચ્ચત્તમ પરિણામ હાંસલ કરતા મોરબી જિલ્લાના ટોપ 15 માં 14 વિદ્યાર્થિનીઓએ સ્થાન મેળવીને અનન્ય સિધ્ધિ હાંસલ કરી છે. મોરબી જિલ્લામાં ૯૦% થી વધુ માર્ક્સ મેળવનાર ૧૫ સ્ટુડન્ટ્સ માંથી ૧૪ નવયુગ કોલેજના છે.
પ્રથમ ભટ્ટાસણા ક્રિના ૯૭.૨૭%, દ્વિતીય કૈલા તેજસ્વી ૯૫.૪૫%, તૃતીય વસિયાણી રીના ૯૪.૯૧%, ચતુર્થ ફેફર માનસી ૯૪.૯૧%, ત્યારબાદ ક્રમશ: પડસુંબીયા અંજલી ૯૪.૫૫%, બોડા કિંજલ ૯૩.૮૨%, અઘારા ઉર્વિશા ૯૩.૨૭%, કોરડીયા નિધિ ૯૨.૭૩%, માકાસણા રીતુ ૯૨.૩૬%, કાવર ઝુલી ૯૨.૩૬%, રાજપરા કાજલ ૯૧.૬૪%, સરડવા હિરલ ૯૧.૦૯%, પરમાર માધવી ૯૦.૯૧% , કાસુન્દ્રા બંસી ૯૦.૦૦% મેળવી નવયુગ કોલેજની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેર્યું છે.
આવા અભૂતપૂર્વ અને રેકોર્ડબ્રેક રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.