ગુજરાત મુસ્લિમ સમાજના ઉભરતા સિતારા અને શુભ ચિંતક શકીલ સંધિનો સમાજ હિત સંદેશ

આરીફ દીવાન દ્વારા : ટેલીફોનિક ચર્ચામાં શકીલ સંધી એ જણાવ્યું હતું કે વર્તમાન સમયની માંગ પ્રમાણે મુસ્લિમ સમાજમાં શિક્ષણ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે અને તેના માટે આર્થિક સધ્ધરતાં જરૂરી ત્યારે સમાજના શિક્ષિત યુવાઓ અને બુદ્ધિશાળી વર્ગે સાથે મળી સહિયારા સહયોગથી સામાજિક જવાબદારી સંભાળી બિનજરૂરી ખર્ચાઓપર અંકુશ મેળવી દરેક ગામમાં મંડળીઓની રચના કરવા પ્રયાસો હાથ ધરી સમાજને આર્થિક સધ્ધર બનાવવા માટે પુંજી પતિઓ સાથે મળી વગરવ્યાજની લોન ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી વૈચારિક ક્રાંતિ ની સાથે આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા પ્રયાસો કરવા જરૂરી ત્યારબાદ શિક્ષણ ઉપયોગી કાર્યો કરવા માટે પણ ગામે ગામ એક મહત્વની મુવમેન્ટ ચલાવવી જોઈએ અને જ્યાં પણ બાળકો શિક્ષણથી વંચીત હોય તેમને સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો કરવા જોઈએ અત્યારે લોક ડાઉન પછી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે ખૂબ ચિંતા જનક છે સાથે સાથે ડ્રોપ આઉટ પણ વધું પ્રમાણમાં જોવા મળી રહે છે.

બીજું કે તેમની સાથે ચર્ચા કરવામાં એક વાત સ્પષ્ટ પણે જણાવી હતી કે વર્તમાન સમયમાં ધ્રુવીકરણની રાજનીતિ વેગવન્તિ બની રહી હોય ત્યારે સમાજના બુદ્ધિશાળી વર્ગની પ્રથમ જવાબદારી એ હોવી જોઈએ કે પોતે અને પોતાના સમાજના યુવાઓ ગેરમાર્ગે દોરાય નહિ અને અફવાઓથી દૂર રહી બને તેટલા સકારાત્મક વિચારોને પ્રાધાન્ય આપવામાં આવે એવી સર્વોપરી ભૂમિકા શિક્ષિત યુવાવર્ગ અને સાથે બુદ્ધિશાળી વર્ગ નિભાવે તે જરૂરી બાકી જે રાજકીય પરિસ્થિતિનું નિર્માણ વર્તમાન સમયમાં મુસ્લિમ સમાજમાં થઈ રહ્યું છે તે નીચે મુજબના તેમના આર્ટિકલમાં મનો મંથન કરી સમાજે જ વિચારવાની જરૂર છે.

ગુજરાતીમાં એક હકેવત છે કે લોખંડને તોડવું બહુ અઘરું છે પરંતુ તેનો પોતાનો કાટ જ તેના અસ્તિત્વ માટે જોખમકારક હોય છે જે સમાજમાં ગલીગલી ના નાકે આવા કાટ સમાં રાજનીતિક બ્રોકરોનો રાફડો હોય એ સમાજ ક્યારેય નિર્ણાયક ભૂમિકામાં હોઈ શકે ખરો ? બીજું જ્યાં એકલાખથી વધું મતદાતાઓ હોય ત્યાં પણ પોતાનું પ્રતિનિધિત્વ ઊભું ના થવા દેનાર રાજનીતિક બ્રોકરો ચોમાસું આવતા પહેલાં વરસાદી દેડકાઓની જેમ ચૂંટણી ટાણે સમાજપર ઈમોશનલ અત્યાચાર બંધ કરે બાકી તમારી ક્ષમતા અને યોગ્યતા અને હેસિયત બધું સમાજનો બુદ્ધિશાળી વર્ગ જાણેજ છે.

સમાજનો બુદ્ધિશાળી વર્ગ નજર અંદાજ કરે છે તેની પાછળનું પણ એક કારણ છે. તેઓ હંમેશા જાણતા હોય છે કે આ બ્રોકરો ફક્ત ને ફક્ત ચૂંટણી ટાણે તક નો લાભ લઈ તકસાધુ બની પોતાનાં અંગત સ્વાર્થ માટે સમાજનો ઉપયોગ કરવામાં રસ ધરાવે છે સમાજની પ્રગતિમાં આમને કોઈ રસ હોતો નથી તેથી આવા અભણ અને અજ્ઞાની બ્રોકરોથી દૂર રહેવું પસંદ કરે છે.
ત્રીજું મુસ્લિમ સમાજમાં એવું નથી કે રાજનીતિક મહત્વાકાંક્ષી વ્યક્તિઓ નથી. “છે” પરંતુ વર્તમાન સમયની રકજનીતિ એ રાજનીતિક બ્રોકરોથી ભરેલી છે એટલે આવા સમયમાં કામ કરવું એ સમાજ સાથે અન્યાય કરવા બરોબર છે. લોકતંત્રમાં દરેકને સમાન અધિકાર મળેલ છે ગુજરાતની રાજનીતિમાં મુસ્લિમોનું પ્રભુત્વ અને પ્રતિનિધિત્વ બન્ને ના બરોબર છે. મુસ્લિમ મતદાતાઓનો દરેક પક્ષ પોત પોતાની ઈચ્છા અનુશાર ફુટબોલની જેમ ઉપયોગ કરવામાં રસ ધરાવે છે અને આના માટે જવાબદાર આજ બ્રોકરો છે જે પહેલી લીટીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા બેઠક પરથી લગભગ ૬ બેઠક એવી છે જ્યાં મુસ્લિમ પ્રતિનિધિત્વ શક્ય છે ત્યારબાદ ૧૭ બેઠકો પર ૩૦% થી વધું મતદાતાઓ છે જે પરિણામ લક્ષી કાર્ય કરી શકે છે ૧૨ બેઠકો એવી છે જ્યાં યોગ્ય કેમ્પએન કરવામાં આવે તો મનગમતા પ્રતિનિધિને જીતાડવામાં સક્ષમ પુરવાર થઈ શકાય તેમ છે. બીજી અનેક બેઠકો એવી પણ છે જ્યાં યોગ્ય કેન્વસિંગ કરવામાં આવે તો વિપક્ષને કાયદેસર ફાયદાકારક સાબિત થઈ શકાય તેમ છે પણ આ બધું ઉપરોકય બ્રોકરો એ ઊભા કરેલ અવરોધોને લીધે શક્ય નથી અને આવનાર ૨૦૨૨ વિધાનસભા મુસ્લિમ મુક્ત બને તેવા સંજોગો પણ જોવા મળી રહ્યાં છે.

લોકતંત્રમાં એક મતદાતા તરીકે આપણે સર્વોપરી છીએ કારણ કે લોકોનું લોકોદ્વારા લોકોમાટે ચાલતું તંત્ર એટલે લોકતંત્ર અને જે અધિકારો આપણને સંવિધાનમાં આપવમાં આવ્યા છે તેનું યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે ત્યારે આપણને લોકતંત્રની વાસ્તવિકતા ખબર પડે વર્તમાન સમયમાં જેટલા પ્રતિનિધિઓ આપણું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે તે પ્રધાન સેવક હોય મુખ્ય સેવક હોય કેન્દ્ર મંત્રી હોય કે રાજ્ય મંત્રી સાંસદ યા ધારાસભ્ય હોય જીલ્લા સદસ્ય કે પછી તાલુકા સદસ્ય અથવા કોર્પોરેટર કે સરપંચ આ તમામ લોકતંત્રમાં આપણાં સેવકો છે. દેશ કોઈના પર્સનલ એજન્ડાથી ક્યારેક ચાલે નહિ લોકતંત્રમાં સંવિધાન સર્વોપરી હોય છે આટલું જ્ઞાન એક ભારતીય તરીકે દરેક મતદાતાને હોવું જોઈએ સત્તામાં સરકાર ગમે તે હોય લોકતંત્રમાં નાગરિકની ભૂમિકા સર્વોપરી હોય છે…..!!