Special : મોરબી પાલિકા વિસ્તારમાં કેટલા ખર્ચે સ્પીડ બ્રેકર નખાયા જાણો

મોરબી પાલિકા વિસ્તરામાં અધધ 61,63,210 રૂપિયા ના ખર્ચે સ્પીડ બ્રેકર નાખવામાં આવ્યા

મોરબી પાલિકા વિસ્તાર હાલ જાણે સ્પીડ બ્રેકર નગરી તરીકે જોવા મળી રહ્યો છે મોરબી પાલિકા વિસ્તારના મોટા ભાગના રોડ પર સ્પીડ બ્રેકર લગાવી દેવામાં આવ્યા છે સ્પીડ બ્રેકરની જરૂરિયાત છે પણ મન ફાવે તેમ અને ન જોતા રસ્તા પર સ્પીડ બ્રેકર નાખવાનું કારણ શું ?

મોરબી પાલિકા દ્વારા આ સ્પીડ બ્રેકરનો કોન્ટાક્ટ હિતેશકુમાર એસ. ત્રિવેદી નામના એજન્સી ને આપવામાં આવ્યો છે જે ફાર્મ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકના થરા ગામની છે હાલ મોરબી પાલિકા વિસ્તારમાં 61,63,210 રૂપિયાના સ્પીડ બ્રેકર નખાય ચૂકયા છે

એજન્સી દ્વારા આપવામાં આવેલ ચાર બિલ માંથી ત્રણ બિલ પાસ થઈ ગયા છે અને એક બિલ બાકી છે તમામ ચાર બિલની રકમ આ મુજબ છે પ્રથમ બિલ 10,87,860, બીજું બિલ 14,17,396 ત્રીજું બિલ 17,33,438 અને ચોથા બિલ ની રકમ 19,245,16 છે આમ કુલ 61,63,210 રૂપિયા રકમ થાય છે

હાલ પાલિકા ચીફ ઓફિસરદ્વારા તારીખ 10-5-2022 ના રોજ એજન્સી ને નોટિસ આપવામાં આવી છે જેમાં હવે પછી સ્પીડ બ્રેકર નહીં નાખવા તેમજ અત્યાર સુધીમાં નાખેલ સ્પીડ બ્રેકરના ફોટો કોપી અને સ્થળ ની વિગત પાલિકાને આપવી જેથી પાલિકા તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી શકાય આ માહિતી ત્રણ દિવસમાં આપવી અને સ્પીડ બ્રેકર નો કરાર પણ રદ કરવામાં આવ્યો છે

હાલ મોરબી પાલિકા વિસ્તરામાં નખાયેલ સ્પીડ બ્રેકર 2 પ્રકારના છે જેમાં બને ના ભાવ અલગ અલગ છે W750*H75*1250 MM (1 Rmt રનિંગ મીટર  = 4 pcs)  નો કુલ ભાવ 4854 રૂપિયા છે જેમાં સ્પીડ બ્રેકર 4204 રૂપિયા અને મજૂરીના  650 રૂપિયા થઈ ને આ સ્પીડ બ્રેકર 4854 રૂપિયા માં થાય છે આમ એક અંદાજ પ્રમાણે 4 મીટરનો રોડ હોય તો 19416 રૂપિયાનો એક સ્પીડ બ્રેકર થાય છે

જયારે બીજા પ્રકારનો સ્પીડ બ્રેકર W350*H50*1250 MM (1 Rmt = 4 pcs)  (1 Rmt રનિંગ મીટર  = 4 pcs)  નો કુલ ભાવ 3387 રૂપિયા છે જેમાં સ્પીડ બ્રેકર 2737 રૂપિયા અને મજૂરીના  650 રૂપિયા થઈ ને આ સ્પીડ બ્રેકર 3387 રૂપિયા માં થાય છે આમ એક અંદાજ પ્રમાણે 4 મીટરનો રોડ હોય તો 13548 રૂપિયાનો એક સ્પીડ બ્રેકર થાય છે

લાખોના ખર્ચે સ્પીડ બ્રેકર નાખવામાં આવ્યા છે ત્યારે અન્ય જરૂરિયાત પાછળ કેમ આટલો  ખર્ચ કરવા માં આવતો નથી ? બાગ બગીચા મોરબીની પ્રજા માટે ફરવા લાયક સ્થળો કેમ વિકસવામાં આવતા નથી પ્રજાના રૂપિયા મન ફાવે તેમ વપરાય રહી છે છે ત્યારે તેને યોગ્ય સ્થળે વાપરવા જરૂરી છે મોરબી પાલિકા વિસ્તારમા સ્પીડ બ્રેકર ની જરૂર છે પણ મર્યાદા કરતા વધારે સ્પીડ બ્રેકર કરી ને અકસ્માત ને નોતરવાનું કામ થઈ રહ્યું છે

હાલ પાલિકા ચીફ ઓફિસર આ બાબતે કડક થઈ નિર્ણય લીધો છે જે એટલે આગામી સમય માં મોરબી પાલિકા વિસ્તામાં મન ફાવે તેમ સ્પીડ બ્રેકર નખાતા નહિ જોવા મળે