મોરબીના નારણકા ગામની વિદ્યાર્થીની 12 સાયન્સમાં સમગ્ર ગુજરાત બોર્ડમાં 9માં ક્રમે

(અહેવાલ: જયેશ બોખાણી) : મોરબી નવયુગ સાયન્સ સ્કૂલએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝળહળતું પરિણામ મેળવ્યું છે. છેલ્લાં પાંચ વરસથી દર વર્ષે સાયન્સનું ટોપ રીઝલ્ટ આવે છે. ત્યારે આ વર્ષે પણ નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ 89.65% પરિણામ પ્રાપ્ત કર્યું છે. જેમાં મોરબી તાલુકાના નારણકા ગામની વિદ્યાથીનીએ 12 સાયન્સ બી ગ્રુપમાં સમગ્ર ગુજરાત બોર્ડમાં 9 ક્રમે સ્થાન મેળવ્યું છે.

મયંક એગ્રો સેન્ટરના મેન્ટોર અને નારણકા ગામના હિતેશભાઈ ગામીની પુત્રી ધ્રુવીએ 12 સાયન્સમાં બી ગ્રુપમાં 9 નંબરે આવી સાયન્સના રીઝલ્ટમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ધ્રુવીએ અથાક પરિશ્રમ કરી સફળતા મેળવી છે. અને સમગ્ર મોરબી જીલ્લાનું નામ તથા નારણકા ગામનું નામ રોશન કર્યું છે. ઝળહળતી સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ પી.ડી.કાંજીયા અને પ્રિન્સિપાલ પરેશભાઈ ચનિયારાએ ધ્રુવીને અભિનંદન પાઠવ્યા છે.