ધારાસભ્યના પુત્રની પુણ્યતિથિ નિમિત્તે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે

સર્વ રોગ નિદાન કેમ્પ વિશાલભાઈ કગથરાની પુણ્ય તિથિ નિમિત્તે મોરબી તાલુકા ના પાનેલી ગામે નિ શુલ્ક, સર્વ રોગ નિદાન કેમ્પ, ટંકારા પડધરી ના ધારાસભ્ય લલીતભાઈ કગથરા દ્વારા યોજવામાં આવ્યો છે.આ કેમ્પ માં દવા પણ નિ:શુલ્ક આપવામા આવશે.

પાનેલી ગામ તથા આસપાસ ના ગામો ના લોકો તથા લાભાર્થી ભાઈઓ, બહેનો ને સર્વ રોગ નિદાન કેમ્પ ના સેવા યજ્ઞ માં લાભ લેવો સાથે બપોરે પ્રસાદ નું પણ આયોજન કરેલ છે. પાનેલી ગામ ના લોકો માટે (ધુમાડા બંધ) સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 18-05-2022, બુધવાર, સમય સવારે 8-30 થી સાંજ ના 5-00 સુધી, સ્થળ પ્રાથમિક શાળા-. પાનેલી, તાલુકો મોરબી આયોજકલલીતભાઈ કગથરા , ધારાસભ્ય – ટંકારા પડધરી વિસ્તાર.