મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા ગેસનો ભાવ ઘટાડવા મંત્રીને રજૂઆત

હાલ બિલ્ડીંગ મટીરીયલમા લોખંડ, સિમેન્ટ, ઈંટો વગેરે મટીરીયલના ભાવમા અતિશય વઘારો થતા બાંઘકામ ક્ષેત્રેમા તેની માઠી અસર પડતા ડોમેસ્ટીક બજારમા છેલ્લા ૪-૫ મહિનાથી સીરામીક ટાઈલ્સ અને સેનેટરીવેરની માંગ ૪૦ % જેવી ઘટી ગઈ છે તેમજ એક્સપોર્ટમા છેલ્લા ૧૦-૧૨ મહિનાથી શીપીંગલાઈનના ભાડા અતિશય વઘી જવાથી એક્સપોટઁમા પણ ઘટાડો થયો છે

હાલ ચાલી રહેલા રશિયા અને યુક્રેનના યુઘ્ઘના કારણે છેલ્લા 6 મહિનામાં ગુજરાત ગેસમાં બમણાથી વધુ ભાવ વધારો થયેલ હોવાથી ટાઈલ્સ અને સેનેટરીવેરમા ઉત્પાદન કોસ્ટ ખુબજ વઘવાથી ચાઈના સામે વૈશ્ર્વિક લેવલે એક્સપોર્ટમાં પણ ટકી રહેવુ એક મોટી મુશ્કેલી છે, માટે ઉદ્યોગોને હાલની આવી સમસ્યામા બજારમા ટકી રહે તે માટે ગેસના ભાવ ઘટે તે ખુબ જ જરુરી છે તે માટેબ્રિજેશભાઇ મેરજા મંત્રી  શ્રમ કોશ્લ્ય વિભાગ, રોજ્ગાર અને પંચાયત – ગુજરાત – રાજ્ય, સરકીટ હાઉસ મોરબી ખાતે પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ ઉઘોઁગકારોએ મળીને રજુઆત કરી જેમા મંત્રી દૃારા હકારાત્મક અભિગમ સાથે આ બાબતે યોગ્ય કરવા જણાવ્યુ.