હળવદમાં મીઠાની ફેકટરીમાં દિવાલ પડતા મજૂરો દબાયા 12 ના મોત

હળવદમાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં સોલ્ટ નામની કારખાનામાં આજરોજ તારીખ 18-5-2022 ના રોજ આશરે 12 વાગ્યાના સુમારે એકાએક કોઈ કારણોસર કારખની નજીકની દીવાલ એકાએક ધરાશાહી થતાની સાથે ગભરાટ વ્યાપી ગયો હતો ભાગદોડ મચી ગઇ હતી જે

અંગેની જાણવા મળતી વિગત એવી છે કે હળવદના સોલ્ટ નામ ધરાવતા મીઠાના કારખાના માં કોઈ કારણોસર દિવાલ પડવાથી આશરે 30 વ્યક્તિઓ દિવાલ માં દબાયાના સમાચાર મળી રહ્યા છે ત્યારે જેમાં ૧૨ જેટલા વ્યક્તિઓનું મૃત્યુ પામ્યો છે હાલ ઘટનાસ્થળે તંત્ર ની ટીમ પહોંચી ગઈ છે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ તેમજ પડેલ દિવાલના કાટમાળને દૂર કરવા માટે જેસીબી અને હિટાચી મશીન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે