મોરબી : વિશ્વ યોગ દિવસ ૨૦૨૨ના ડોક્યુમેન્ટરી પિકચરમાં અભિનયન કરવાની તક

મોરબી જિલ્લાના દરેક યોગ કોચ, યોગ ટ્રેનરો, યોગ સાધકો, ભાઈઓ અને બહેનો ને જણાવવાનું કે આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા 21જૂન અંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ગુજરાત ના એતિહાસિક સ્થાનો પર યોગ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ તૈયાર થઇ રહી છે.

જેમાં મોરબી જિલ્લામાં યોગ પર ડોક્યુમેન્ટરી પિકચરના શૂટિંગમાં ભાગ લેવા માટે મોરબીના દરેક જિલ્લાના ભાઈઓ અને બહેનો જેમની ઉંમર ૧૮ વર્ષથી ૪૦ વર્ષની વચ્ચે હોય અને વિશ્વ યોગ દિવસના પ્રોટોકોલ યોગના અભ્યાસ જાણતા હોય તે સંપર્ક કરી શકે છે.

વહેલા તે પહેલાના ધોરણે અને તેમનું સિલેક્શન કરવામાં આવશે. અને પસંદ થયેલ ભાઈઓ અને બહેનો ની ટ્રેનિંગ આપવામાં આવશે. (શૂટિંગ ૨-૬-૨૦૨૨ ના રોજ વાંકાનેર ખાતે રણજીત વિલાસ પેલેસ માં થશે.) વધુ માહિતી માટે વાલજી પી. ડાભી મોરબી જિલ્લા યોગ કો-ઓડીનેટર 95862 82527