વિશાલ જયસ્વાલ : હળવદ જીઆઈડીસીમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા ગોજારી ઘટના બની હતી જેમાં ૧૨ શ્રમિકોના મૃત્યુને પગલે હળવદ અને મોરબી જીલ્લો શોકમય બન્યો હતો અને મૃતક શ્રમિકોને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી
ઘટના મામલે હળવદ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કારખાનાના ભાગીદારો, સુપરવાઈઝર સહિતના આઠ સામે તેમજ તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાના ૬ આરોપી ની ધરપકડ કરવામાં આવી
મળતી માહિતી મુજબ હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર કેમ એન્ડ ફુડ સોલ્ટ ફેકટરીમાં ગત તા.18ના રોજ બપોરના સમયે દીવાલ ધસી પડતા 12 શ્રમિકોના મૃત્યુ મામલે આ ઘટનામાં પિતા તેમજ બેન ગુમાવનાર મૂળ કચ્છના રાપર તાલુકાના સવાઈ ગામના અને હાલ હળવદ ખાતે રહેતા રાજેશ રમેશભાઈ પીરાણાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે કારખાનાના ભાગીદાર અફઝલભાઇ અલારખાભાઇ ઘોણીયા, રાજેશકુમાર મહેંદ્રકુમાર જૈન, કિશનરામ લાલારામ ચૌધરી, દેવો ઉર્ફે વારીસ અલારખાભાઇ ઘોણીયા, આત્મારામ કિશનરામ ચૌધરી, સુપરવાઇઝર એકાઉન્ટન્ટ સંજયભાઇ ચુનીલાલ ખત્રી, મનોજભાઇ રેવાભાઇ સનુરા, આસીફ ભાઇ નુરાભાઇ તથા તપાસમાં જે ખુલે તે વ્યક્તિઓ એ સાગર કેમ એન્ડ ફુડ સોલ્ટના કારખાનાના ભાગીદારો દ્વારા પાયા ભર્યા વગર તથા બીમ કોલમ ભર્યા વગરની લાંબી તથા ઉંચી દીવાલ બનાવી પોતે તમામ જાણતા હોય કે દીવાલ નબળી છે છતા દીવાલની લગોલગ મીઠુ ભરેલ બોરીઓ દીવાલની ઉંચાઇ કરતા વધારે ઉંચાઇ સુધી બોરીઓની થપ્પીઓ કરાવી વધુ બોરીઓ તેજ થપ્પામાં નખાવવાનુ ચાલુ રાખતા દીવાલ ધસી પડતા રમેશભાઇ મેઘાભાઇ કોળી, દીલીપભાઇ રમેશભાઇ કોળી, શ્યામભાઇ રમેશભાઇ કોળી, દક્ષાબેન રમેશભાઇ કોળી, શીતલબેન દીલીપભાઇ કોળી, દીપક દીલીપભાઇ કોળી ઉ.3, ડાયાભાઇ નાગજીભાઇ ભરવાડ, રાજીબેન ડાયાભાઇ ભરવાડ, દેવીબેન ડાયાભઈ
આમ આ કેસ મા ૬ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમજ અન્ય બે આરોપીની પકડવા તજવીજ હાથ ધરવામાં આવી