મોરબીમાં સ્વચ્છતાનો અભાવ બાલમંદિર અને સસ્તા અનાજની દુકાન પાસે વિધિ ગંદાપાણીની ગટરો

“વજેપર થી લીલાપર તરફ જતો માર્ગ ગંદાપાણીના તલાવડા માં લપેટાયો!!! સ્થાનિક લોકોના આરોગ્યને ખતરો: વહારે વિકાસ”

મોરબી નગરપાલિકાની હદમાં આવેલા વોર્ડ નંબર 13 માં સ્થાનિક લોકોએ અવાર નવાર રજૂઆત કરેલ હોવા છતાં મુખ્ય માર્ગ વજેપર થી લીલાપર તરફ જતો ગંદા પાણીમાં લપેટાયો છે છેલ્લા એક માસથી સ્થાનિક લોકો આ સમસ્યાનો ભોગ બની રહ્યાનું કરી રહ્યા છે ત્યારે તંત્રના પેટનું પાણી પણ હલતું ના હોય એમ જાહેર માર્ગ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે નોંધનીય છે કે ત્યાં બાળ મંદિર તેમજ શાળા સ્કુલ સહિત સસ્તા અનાજની દુકાન આવેલી છે જેથી સ્થાનિક લોકો ની અવરજવર વજેપર શેરી નંબર 20 અને 22 સહિત સમગ્ર વિસ્તારમાં લોકોના આરોગ્યને જોખમમાં કારક ગંદા પાણીમાં ફરી વળ્યા છે

ચૂંટાયેલા નગર પાલિકાના નગરસેવકો ધારાસભ્ય સહિત સંસદ સભ્યો એ પ્રજા ચિંતન કામગીરીમાં નિષ્ફળ રહ્યા હોય તેમ વોર્ડ નંબર 13 ની સમસ્યા સ્થાનિક લોકો માટે શિરદર્દ બની છે સ્વચ્છતાની વાતો કરનાર નેતાઓ અને વિકાસના વડાપાવ પીરસતા મંત્રી નેતાઓ નૈતિઓ વોર્ડ નંબર 13 માં સ્વચ્છતાનો અભાવ દૂર કરી ખરા પ્રજા ચિંતક બને એવી આશાઓ મતદાર પ્રજામાં જન્મી છે કોરોના ગયા બાદ કોઈ નવો રોગચાળો આ ગંદકી કરે એ પહેલા તંત્ર વાહકો સ્વચ્છતા સમગ્ર વિસ્તારમાં કરે તેવી લાગણી સાથે માગણી ઉઠવા પામી છે