મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ

જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પડાયું

        મોરબી જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી. પટેલ દ્વારા જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીઅલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે.

        આ ૮૮ પ્રતિબંધિત વિસ્તાર પૈકી નવલખી પોર્ટ, મચ્છું ડેમ-૧ અને ૨, નવલખી દરીયાઈ વિસ્તારના આઈસલેન્ડના ૨ કિ.મી. ના વિસ્તારમાં, મોરબી સબજેલમાં ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા. લી. કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુતાસી થી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન ડિસ્ટ્રીક કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, પરા બજાર મોરબી, બસ સ્ટેશન, સીવીલ હોસ્પીટલ, નવલખી, જુના અંજીયાસર ફીસીંગ પોઈટ તેમજ જિલ્લામાં આવેલ વીજ સબ સ્ટેશનોના ૧૦૦ મીટરનાં વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર, રેલ્વે સ્ટેશન સહિત મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીઅલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.૧૮/૦૬/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

Creative abstract 3D render illustration of professional remote controlled wireless RC quadcopter drone with 4K video and photo camera for aerial photography flying in the air outdoors with selective focus effect