ગ્રામ્ય મંત્રી ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજાને પીવાનું પાણી તો મીઠું આપો
ઔતમ ધામેચા વાંકાનેર : સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં પાણીની પોકાર અખબારોના સમાચાર બની રહી છે જ્યારે વિકાસના વડાપાવ પીરસતા નેતાઓ દ્વારા કેવો?વિકાસ એ તો ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજાને છું વાંકાનેર પંથકમાં 90 ગામ પંચાયત આવેલી છે આશરે 102 ગામડાઓ આવેલા છે એ ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજા ને મોટાભાગના મીઠું પીવાનું પાણી હાલ ભર ઉનાળે મેળવવું કઠિન બન્યું છે જેમાં વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકની પ્રજા જણાવેલ વિગત એવી છે કે એકાંતરે પાણી વાલ મેન દ્વારા છોડવામાં આવે છે
જેમાં એક વખત મોરુ તો એક વખત મીઠું પાણી આપવાનું હોય છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી મીઠા પાણીની વાંકાનેર પંથકના ઘણા બધા ગામની વિસ્તારોમાં આયોજનના અભાવે હાલાકી ગ્રામ્ય વિસ્તારના પ્રજા મહેસુસ કરી રહી છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં નેતાઓની નિષ્ક્રિયતા ની સાથે જિલ્લા કક્ષાના અધિકારીઓ પાસે આયોજનનો અભાવ હોય તેમ મોટાભાગની વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજાજનો હાલ મહેસુસ કરી રહી છે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ લક્ષી કાર્ય હાથ ધરવામાં આવે જેનો લાભ ખેડૂત વેપારી મજૂર વર્ગના વસવાટ કરતાં ગામડાના લોકોને સૌનો સાથ સૌનો વિકાસ અંતર્ગત મીઠા પાણી પીવા માટે મળે તેમ ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજા આશાઓ વ્યકત કરી રહી છે