2017માં ખાતમુહૂર્ત થયેલા માર્ગો 2022માં પણ ચોમાસા પહેલા થશે કે કેમ?

2017માં ખાતમુહૂર્ત થયેલા માર્ગો 2022માં પણ ચોમાસા પહેલા થશે કે કેમ? ગામ્ય મંત્રી વાંકાનેર પંથકના માર્ગો પર ખરા અર્થમાં વિકાસ ની મહોર આપો

રિપોર્ટ:ઔતમ ધામેચા વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી થી કાગદડી સુધીનો માર્ગ 2017માં ખાતમુહૂર્ત થયો પરંતુ હાલમાં 2022માં પણ બન્યો નથી!!!? પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત કોટડા નાયાણી થી કાગદડી તરફ જતો રસ્તો 2017માં ખાતમુહૂર્ત થયું હતું આજે પણ 2022માં આધુનિક યુગમાં જૂની પદ્ધતિ અનુસાર જાણે ગોકળ ગતિની જેમ કામ ચાલતું હોય તેમ ગામજનો મહેસૂસ કરી રહ્યા છે હાલ ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે એવા સમયે આ રોડ રસ્તાનું કામ ઝડપી અને સારું પાકુ ટકાઉ કામ થવાથી ગ્રામ્ય વિસ્તારની સમસ્યા થઇ શકે હાલ ગ્રામ્ય વિસ્તારના મંત્રી મોરબી માળીયા મત વિસ્તારના ધારાસભ્ય અને ગ્રામ્ય વિસ્તારના મંત્રી તરીકે પ્રજા ચિંતક રહ્યા છે

ત્યારે પોતાના નજીકના વિસ્તારોમાં એટલે કે પોતાના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાલક્ષી કામોને ખરા અર્થમાં વિકાસ લક્ષી કાર્ય ને વેગ આપે એવી આશાઓ વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકો કરી રહ્યા છે ત્યારે કોટડા નાયાણી ગામ ખાતે 2017માં પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત ખાતમુરત કરવામાં આવ્યું હતું આજે પણ 2022માં આધુનિક યુગમાં પણ પાંચ વર્ષ સુધી બન્યું નથી કેમ!!!? એવા અનેક પ્રશ્નો હાલ કોટડા નયાણી ગામ મતદાર પ્રજાજનો મેસુસ કરી રહ્યા છે તેમ એક અખબારી યાદીમાં પૂર્વ મહિલા સરપંચ ના પુત્ર જાડેજા હિતુભા એ જણાવ્યું છે