મોરબી : લોકોની ઉંઘ હરામ કરતા ખનીજચોરો સરપંચ ગ્રામજનો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા

રીપોર્ટર મયંક દેવમુરારી મોરબી : ધરમપુર ટીંબડી આસપાસ બ્લાસ્ટ કરીને ખનીજચોરી કરતા ખનન માફીયાઓએ ગ્રામજનોની ઉંઘ હરામ કરી સરકારી બાબુઓ ભરનિદ્રાંમાં અનેક વખત રજુઆતો પરીણામ શુન્ય ખનીજચોરીમાં ખાણખનીજ વિભાગના અધિકારીઓ સામેલ હોવાનો આક્ષેપ

મોરબી જિલ્લામાં ખનીજચોરી બેફામ છતાંય મોરબી જિલ્લા કલેક્ટર મૌન કેમ ? મોરબી જિલ્લામાં બહાદુર કડક સરકારી અધિકારીની નિમણુંકની તાતી જરૂરિયાત અનેક રજુઆતોને સરકારી બાબુઓ કોની દયાથી કચરા ટોપલીમાં નાખી તાગડધિન્ના કરે છે તેવી ચર્ચા

મોરબી જિલ્લો ખનીજચોરી માટે પ્રખ્યાત બની ગયો હોય તેમ વારંવાર ગાંધીનગર સુધી રજુઆતો જાય છે પરંતુ એ રજુઆતો ગાંધીનગર અથડાઈને પાછી ફરે છે જેથી આજદીન સુધી મોરબી જિલ્લામાં ખનીજચોરી મામલે પરીણામ શુન્ય રહ્યું છે અને ખનીજચોરીમાં વારંવાર ચમકતા મોરબી જિલ્લામાં પાસ પરમીટ કે રોયલ્ટી વિના બેરોકટોક બેફામ ખનીજચોરી થઈ રહી છે જેને રોકવા કે બંધ કરાવવા મોરબી નહી રાજ્યમાં એવા કોઈ પ્રમાણીક કડક અધિકારી ન હોય તેવો ઘાટ હાલ જોવા મળી રહ્યો છે કેમ કે ગાંધીનગર સુધી અનેક વખત મોરબી જિલ્લામાંથી ધગધગતી રજુઆતો જાય છે પરંતુ એ રજુઆતોને કચરા ટોપલીમાં નાખીને માત્ર સુરસુરીયું કરી દેવામાં આવે છે મોરબી જિલ્લામાં બેફામ બેરોકટોક થતી ખનીજચોરીમાં ખનીજ વિભાગના અધિકારીઓ સામેલ હોય તેવા આક્ષેપો થયા છે

તો શુ ખાણખનીજ વિભાગના અધિકારીઓ ગાંધીનગર સુધી નિવેધ ધરાવતા હશે? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે હાલ તો સમ્રગ મોરબી જિલ્લામાં અંધેરીનગરી રાવણરાજ જેવુ રાજ ચાલતુ હોય તેમ અહી સરકારી બાબુઓ માત્ર કઠપુતળી બની બત્ર્ત્રીપુત્ર્ત્રાની જેમ પ્રજાના પ્રશ્નોને ગ્રામજનોને પડતી તકલીફો અભેરાયે ચઢાવી ખનીજ માફીયાઓના ઈશારે કાયદા ઉપર જઈને જાણે ખનીજચોરી માટેની છુટ આપી દીધી હોય તેમ હાથ પર હાથ રાખી મશગુલ જોવા મળે છે ખેર મોરબી જિલ્લાના આળસુ સરકારી બાબુઓની વાત તો સૌ જાણે છે ત્યારે ફરી મોરબી નજીક આવેલા ધરમપુર ટીંબડી વિસ્તારમાં ચાલતી બેફામ ખનીજચોરી સામે ગ્રામજનોએ બાયો ચડાવી સરપંચ સહીતનાઓએ કલેક્ટર કચેરી ધસી જઈને ગેરકાયદેસર ચાલતા ખનીજ ખનન મામલે રજુઆત કરી છે

જેમા ધરમપુર અને ટીંબડી ગ્રામજનોએ જણાવ્યું હતુ કે તેઓના ગામ નજીક વર્ષોથી ખાણમાં બ્લાસ્ટીંગ કરી પથ્થરો કાઢી ગેરકાયદેસર વેચાણ કરે છે અને ભુમાફીયાઓ પોતાના ફાયદાઓ માટે ગ્રામજનોની મિલકતોને નુકશાન કરતા હોવાની રાવ ઉઠી છે તેમજ બ્લાસ્ટીંગ સમયે જોરદાર અવાજ અને ધુજારીથી ગ્રામજનોના પાકા મકાનોમા તિરાડો પડી જતા નુકશાની ભોગવી પડી રહી છે ત્યારે સ્થાનીક તંત્ર જાણે હળવદ જેવી ગોજારી ઘટનાની રાહ જોતું હોય તેમ ગ્રામજનોની અનેક વખત રજુઆતોને ઘોળીને પી ગયા છે જેથી આગામી સમયમાં બ્લાસ્ટીંગથી કોઈ ઘર કે દિવાલ પડી જાય એમા કોઈ અમંગળ ઘટના બને એનુ જવાબદાર કૌન તેવા સવાલો ઉઠી રહ્યા છે

વધુમાં આ ખનીજચોરીમાં મોરબી ખાણખનીજ વિભાગના અમુક અધિકારીઓ પણ મળેલા હોવાની ચર્ચા સાથે મોટાભાગના સરકારી બાબુઓની મીઠીનજર તળે સમ્રગ ખનીજ કૌંભાડ ધમધમતુ હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે તેમજ ગેરકાયદેસર ધમધમતી ખનીજચોરીની ટ્રકો વારંવાર અકસ્માત સર્જાતા હોવાથી ખનીજચોરી તાત્કાલિક બંધ કરવા ગ્રામજનોએ માંગ કરી છે ત્યારે હવે જોવું રહ્યું કે ગ્રામજનોની વધુ એક રજુઆતને કલેક્ટર ધ્યાને લે છે કે પછી ઘોળીને કચરા ટોપલીમાં નાખી દે છે તે આગામી સમય બતાવશે તેમજ ધરમપુર ગ્રામજનોએ આ વખતે રાજ્યના કડક ઈમાનદાર અધિકારી ગણાતા નિલિપ્ત રાયને પણ રજુઆત કરેલ છે જેથી આગામી સમયમાં મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ધમધમતી ખનીજચોરી પર જો કોઈ ઈમાનદાર અધિકારી ત્રાટકે તો ઘણા સરકારી અધિકારીઓની પોલ ખુલે તેમ છે