મોરબીના રાજપર ગામનુ ગૌરવ ઉચ્ચ ડિગ્રી મેળવી ભુજ માહીતી ખાતામાં સબ એડીટર તરીકેનો ચાર્જ સંભાળ્યો

(અહેવાલ: જયેશ બોખાણી) : મોરબી: આપણે ત્યાં કહેવત છે કે, “સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય”… એટલે કે જે સખત પરિશ્રમ અને લગનથી મહેનત કરે છે તેને એક દિવસ તેનું પરિણામ અવશ્ય મળે છે. આવો જ એક કિસ્સો મોરબીમાં બનવા પામ્યો છે. મોરબીના રાજપર (કું) ગામના અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા યુવાને માતાના સપનાઓને પુર્ણ કરવા તનતોડ મહેનત કરી અંતે સિનિયર સબ એડિટર તરીકે માહિતી અને પ્રસારણ વિભાગમાં ગૌતમ પરમારની પસંદગી થતાં પરિવાર રાજપર ગામ- આમરણ ચોવીસીનું ગૌરવ વધાર્યું છે.

મોરબી જિલ્લાના રાજપર (કુંતાસી) ગામનું ગૌરવ ગૌતમ બાબુભાઈ પરમારે , ભૂજ ખાતે જિલ્લા માહિતી અધિકારીની કચેરીમાં તા.૨૩/૦૫/૨૦૨૨ નાં રોજ સિનિયર સબ એડિટર – અધિકારીનો ચાર્જ સંભાળેલ છે. ગૌતમ પરમારે B.E. Chemical તથા Master Degree (જર્નાલિઝમ)માં ગુજરાત યુનિવર્સિટીથી કર્યું છે. તેઓ હાલ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં Ph.D. કરી રહ્યા છે.

ગૌતમ પરમારના પિતા બાબુભાઈ પરમાર અને માતા લીલાબેન પરમાર ખેતમજૂરી કામ કરે છે. માતા લીલાબેન ને એક જ કિડની છે. તનતોડ મહેનત અને મજૂરી કરી બંનેછોકરાઓને ભણાવેલ છે. હાલમાં તેનાં બંન્ને પુત્ર સરકારી નોકરીયાત છે. નાનો પુત્ર ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, જામનગરમાં ફરજ બજાવે છે.

એકદમ નબળી પરિસ્થિતિમાં મા બાપનો પરિશ્રમ અને છોકરાઓની શિક્ષણની ધગશના કારણે આ સિદ્ધિ હાંસલ કરી છે. ગૌતમભાઈ પરમારની મહેનત રંગ લાવતા તેમની સરકારમાં સિનિયર સબ એડિટર (ભૂજ) તરીકે તરીકે જનરલ કેટેગરીમાં પસંદગી પામવા બદલ તેમને ઠેર ઠેરથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.