વિશાલ જયસ્વાલ હળવદ : હળવદની વિવિધ આંગણવાડી કેન્દ્ર પર ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી છે જેમાં ખાલી 20 જગ્યાઓમા 13 વર્કર અને 7 હેલ્પરને નિમણૂક પત્ર હળવદની આઈસીડીએસ કચેરી ખાતે બાલ વિકાસ અધિકારીના હસ્તે આપવામાં આવ્યા હતા.
હળવદ તાલુકાની ખાલી પડેલી આંગણવાડી કેન્દ્રની હેલ્પર અને વર્કરની 20 જગ્યાઓ ભરવામાં આવી છે જેમાં 13 વર્કર અને 7 હેલ્પરને બાલ વિકાસ અધિકારી મમતાબેન રાવલના હસ્તે નિમણુંક આપવામાં આવી છે જેમાં જયશ્રીબેન તેજવજીભાઈ રંગાડીયા ચરાડવા-વર્કર,નેહાબેન દિલીપભાઈ ઝીન્ઝુવડીયા કેદારીયા-વર્કર,હેતલબેન હિમતભાઇ અગ્રાવત જુના કડિયાણા -વર્કર,કૈલાશબેન નારણભાઈ સારલા ખેતરડી-વર્કર,આશાબેન પ્રાણજીવનભાઈ વિડજા વાંકિયા-વર્કર,સોનલબેન રણછોડભાઈ છનીયારા શિવપુર-વર્કર,પ્રગતીબેન રામજીભાઈ શ્રીમાળી લાંબી દેરી-વર્કર,નીતાબેન હકાભાઇ નાકિયા ચુંપણી-વર્કર,
કાજલબેન વેલજીભાઈ શીરોડીયા સમલી-હેલ્પર,રીટાબેન ઘનશ્યામભાઈ ચૌહાણ સાપકડા- હેલ્પર, કાજલબેન પ્રાગજીભાઈ કણઝરીયા કરાંચી કોલોની- હેલ્પર,દીનાબેન રાજેશભાઈ રાઠોડ સાપકડા-હેલ્પર,જાગૃતિબેન ઘનશ્યામભાઈ ચૌહાણ વેગડવાવ-વર્કર,રીટાબેન લખમણભાઈ સોલંકી ચરાડવા-વર્કર,લકુમ વર્ષાબેન ચતુરભાઈ રણજીતગઢ-વર્કર,ખમ્માબેન કરશનભાઈ અસવાર ચિત્રોડી-હેલ્પર,મનીષાબેન દેવશીભાઈ પરમાર દીઘડીયા-વર્કર,ગોપીબેન રમેશભાઈ ભોરણીયા જુના દેવળિયા-હેલ્પર, આરતીબેન ધીરુભાઈ બારૈયા સુંદરી-હેલ્પર આરતીબેન કનુભાઈ આડેસરા અજીતગઢ- વર્કરની નિમણૂંક કરવામાં આવી છે.
આંગણવાડીમાં વર્કર અને હેલ્પર નાના બાળકો, કિશોરીઓ તેમજ ધાત્રીમાતાઓની સારસંભાળ રાખનાર આ બહેનો પાયાના પથ્થર સમાન છે ત્યારે હળવદની ખાલી પડેલી 20 આંગણવાડી કેન્દ્રમાં બાલ વિકાસ અધિકારી મમતાબેન રાવલે નિમણૂંક પત્ર આપ્યાં હતાં આ તકે વિસ્તરણ અધિકારી આકડા વિભાગના અમૃતભાઈ સંઘાણી સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા.