મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવી શકાશે

મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં દરરોજ સવારે ૦૭ : ૩૦ થી ૦૯ : ૩૦ સુધી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી આપશે જેના માટે કોઈ ટોકન લેવાની જરૂર નથી તેમજ તુરંત જ મોબાઈલ નંબર અપડેટ કરી આપવામાં આવશે જેનો ચાર્જ રૂ ૫૦ રહેશે ખેડૂતો માટે પીએમ કિશાન કેવાયસી કરવા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ જરૂરિયાત હોય જેથી ખેડૂતોને મેઈન પોસ્ટ ઓફિસમાં કામગીરીનો લાભ લેવા સબ પોસ્ટ માસ્તર જે. આર. રાવલની યાદીમાં જણાવ્યું છે