હળવદ : ૧૨ દિવસ બાદ ગોઝારી ઘટનાના મૃતકોના પરિવારની મુલાકાતે કેન્દ્રીય મંત્રી

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ જીઆઇડીસીમાં થોડા દિવસો પહેલા બનેલી ગોઝારી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. જીઆઇડીસીમાં મીઠાના કારખાનામાં દીવીલ ઘરાશાયી થતા 12 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે આ ગોઝારી દુર્ઘટનાના 12 દિવસ બાદ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ મુલાકાત લીધી હતી. અને પરિવારને સાંત્વના પાઠવી હતી.

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, મૃતકોના બાળકોના અભ્યાસ માટે સરકાર વ્યવસ્થા કરશે અને માતા-પિતા ગુમાવનાર બાળકોના પાલક માતા-પિતાને મહિને 4 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સાથે મીઠાના કારખાનામાં બે બાળ મજૂરોના મોત અંગે જણાવ્યું હતું કે, બાળ મજૂરી અંગે જિલ્લા કલેકટર સાથે ચર્ચા થઇ અને બાળ મજૂરી સંપૂર્ણ અટકાવવા પગલા લેવામાં આવશે.