મોરબી : તરઘરી ગામે નવનિયુક્ત યુવા સરપંચનું પર્યાવરણ બચાવવા પ્રયાસ

ગ્રામજનો સાથે મિટિંગ યોજી ઘર દિઠ એક એક વૃક્ષ વાવવા નો સંકલ્પ કરાયો

મોરબીના તરધરી ગામના નવનિયુક્ત યુવા સરપંચ દ્વારા ઘરદીઠ એક એક વૃક્ષ વાવવાનો ગ્રામજનોને સંકલ્પ કરાવી ઉમદા કામગીરી કરી છે તરઘરી ગામના નવનિયુક્ત સરપંચ સાગરભાઇ ફૂલતરિયા દ્વારા રાત્રીના નવ વાગ્યે ગામમાં ગ્રામજનો માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં નવનિયુક્ત સરપંચ દ્વારા પર્યાવરણ બચાવવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો સરપંચ દ્વારા નિર્ણય કર્યો હતો કે ઘર દીઠ એક એક વૃક્ષ વાવવા નો સંકલ્પ કરાવી પર્યાવરણ બચાવવા માટે સહભાગી બનવા ગ્રામજનોને આહવાન કરવામાં આવ્યું હતું