મોરબી : ABVP ના આયામ SFS સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત સરબત વિતરણનું વિતરણ કરાયું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 1949 થી વિદ્યાર્થી હિત તેમજ રાષ્ટ્ર હિત માટે કાર્યરત વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે.વિદ્યાર્થી પરિષદ એ માત્ર શિક્ષણ જગત સીમિત નહિ પરંતુ વિધાર્થીઓ પણ સમાજ ને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેવી ભાવના સાથે કોરોના જેવી મહામારી માં પણ તંત્ર અને સમાજ સાથે પણ ખડે પગે ઉભેલ.
ABVP ના આયામ SFS સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત મોરબી ના દલવાડી સર્કલ નજીક ના વિસ્તાર માં વરિયાળી સરબત નું વિતરણ કરવામાં આવ્યું.