સર્વે સમાજમાં એકતા ભાઈચારો લાવવા માટે આઈ એમ સમથીંગ ઈગો છોડો : હિતેશ મકવાણા

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા અમરાપર(ટં) ગામમાં રહેતા સર્વે સમાજ ચિંતક હિતેશ મકવાણા એ જણાવે છે કે આજના આધુનિક યુગમાં હજુ પણ જૂના ઢાંચાની નીતિ રીતિ અનુસાર લોકો રચ્યાપચ્યા રહ્યા હોય એમ હાલની પરિસ્થિતિ કઈ રહી છે સમાજ વાદ જાતિવાદ માં રચ્યાપચ્યા રહેતા લોકો અને પોતાની સમાજના અગ્રણીઓ આગેવાનો પોતાની સમાજના નાના-મોટા પરિવારિક પ્રશ્નો અંતર્ગત એકતા ભાઈચારો લાવવાની બદલે સમાજના લોકો ઝગડો કરી સમાજના જ વ્યક્તિ સાથે બહાદુરીનું પ્રદર્શન કરી એ મામલો પોલીસ મથકે પહોંચે ત્યાં સુધી આઈ એમ સમથીંગ ઈગો મોટાભાગના લોકો માં ઘર કરી ગયા હોય તેના પરિણામે ઘણા પરિવારોમાં એકતાનો સતત અભાવ રહ્યો છે

ત્યારે જૂથ અથડામણ એક જ સમાજના પરિવારો મારામારી ઝઘડો કજિયા કરીને પોલીસ મથકે રજૂઆત ફરિયાદ કરી પોતાની માનસિક નું પ્રદર્શન કરી વાદ વિવાદ માં આવનાર નવી યુવાપેઢીને શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે પરિવાર ક્ષેત્રે આજના આધુનિક યુગમાં પાછી ધકેલી દીધી હોય તેમ મોટાભાગની ઘટનાઓ અખબારોમાં સમાચાર બને છે જે દરેક પ્રતિષ્ઠ સમાજની પ્રતિષ્ઠા નુ વેરવિખેર કરી સમાજની એકતા માં દરાર પડી રહી છે જે દરેક સમાજ માટે લાલબત્તી સમાન છે.આજે શિક્ષિત બનો સંગઠિત બનો એક બનો જેવા સુત્રો સાથે શુધ્ધ વિચારો સાથે શાળા હાઇસ્કુલ માં સુવિચારો નો અમલ કરવામાં હજુ સમાજના અગ્રણીઓ આગેવાનો દૂર દૂર સુધી રહ્યા હોય તેવું મોટા ભાગ ની ઘટનાઓથી જે તે સમાજના લોકો અનુભવી રહ્યા હશે !?

હાલ ની પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે હું હિન્દુ મુસલમાન કહેવાય છે પરંતુ કોઈ એમ કેમ નથી કહેતું કે હું માનું છું!!! જો કોઈ માનવ બને તો માનવતા મરી પડવી જોઈએ તેની બદલે આજે માનવ માનવનો દુશ્મન બની આઇ એમ સંમથીગ ઈગો છોડીને માનવ ચિંતક કાર્ય કરી જીવતા જી મર્યા પછી પણ લોકો આપનું ઉદાહરણ આપે એવા કાર્ય કરવા જોઈએ તેમ એક સર્વે સમાજ ચિંતક હિતેશ મકવાણા એ અખબારી યાદીમાં જણાવ્યું છે