મોરબી : ગ્રામ પંચાયતને જાણ કર્યા વગર સરકારી જમીનમાં કંપનીઓ બ્લાસ્ટ કરતા હોવાની તંત્રને રાવ 

લ્યો કરો વાત સ્થાનિક ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્યોને જાણ કર્યા વગર સરકારી જમીનમાં કંપનીઓ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવે એ લેન્ડ ગ્રેબિગ કાયદાનો ભંગ નથી!?

મોરબી: જિસકી લાઠી ઉસકી ભેંસ એ કહેવતને સાર્થક કરતી ઘટના ટંકારા પંથકમાં છાશવારે જોવા મળી રહી છે છેલ્લા ૧૧ મહિના ઉપર નો સમયગાળો વીતી ગયો હોવા છતાં ટંકારા મામલતદાર કચેરી પાસે બે સામાજિક કાર્યકરો નું ભ્રષ્ટાચારવિરોધી આંદોલનનો અંત આવ્યો નથી ત્યાં ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કચ્છ જિલ્લાની કંપની દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્યોને જાણ કર્યા વગર સરકારી માલિકીની જમીનમાં ખરાબા ગોચર ની જમીનમાં દબાણ કરનાર સામે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શાસનકાળમાં ઘડેલા કડક કાયદાનો અમલ એટલે કે લેન્ડ ગ્રેબિગ ના પરિપત્ર નો કડક અમલ કરાવવામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય સંસદસભ્ય નિષ્ક્રિય રહ્યા હોય

તેમ ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સ્થાનિક ખેડૂતોની જમીનો પર જાણ કર્યા વગર બ્લાસ્ટ કરી પર્યાવરણને નુકસાન કરતી હોય તેવી ઘટના અંગે સ્થાનિક ગ્રામ પંચાયતના ઉપસરપંચ એ લેખિતમાં જિલ્લા કલેકટર સહિત સમગ્ર લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવેલ વિગત એવી છે કે જેમાં ભુજની વિન્ડ એન્જિ. પ્રા.લી. દ્વારા ટંકારા તાલુકાના અમરાપર સર્વે નંબર 241 માં આડેધડ ગેરકાયદેસર રીતે કોઈપણ ને જાણ કર્યા વગર બેફામ કામ કરી સ્થાનિક ખેડૂતો અને માલધારી સમાજ સહિત દલિત સમાજને નાના એવા ગામમાં ચિંતક બન્યા છે ઉપરોક્ત જણાવેલ સમગ્ર બાબતે એ સ્થાનિક ખેડૂતો દલિત દલિત સમાજ માલધારી સમાજ સાથે ઉપસરપંચ હિતેશભાઈ અવાર નવાર રજૂઆત કરવાનું જણાવ્યું છે હતા આજની તારીખે પણ જિસકી લાઠી ઉસકી ભેંસ જેવો ઘાટ ગ્રામ્ય વિસ્તારમાં અમરાપર પંથકના ખેડૂતો મહેસૂસ કરી રહ્યા છે