મોરબીના દેશભક્ત યુવાને પુત્રના જન્મદિવસ નિમિત્તે અસલાલ બોર્ડર પર દેશની રક્ષા કરતા BSF જવાનોને એરકૂલર વિતરણ કર્યું

(અહેવાલ: જયેશ બોખાણી દ્વારા) : મોરબીમાં અનેકવિધ કાર્યક્રમો થકી દેશભક્તિની પ્રબળ ભાવના ઉજાગર કરવા સતત સક્રિય રહેતા ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલના પુત્ર શિવાજીના આજે જન્મદિવસ નિમિત્તે દેશભક્તિ પ્રેરક કાર્ય કરી પ્રેરણાદાયી રીતે ઉજવણી કરી છે.

મુળ જામદુધઈ ગામના વતની અને હાલ મોરબી રહેતા અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતા રાધેભાઇ પટેલનો પુત્ર શિવાજીના આજે જન્મદિવસ નિમિત્તે પંજાબની અસલાલ બોર્ડર ઉપર ૪૩ થી ૪૫ ડિગ્રી તાપમાનમાં ભારત દેશની રક્ષા કરતા BSFના જવાનોને એરકૂલર આપવામાં આવ્યું હતું. આ તકે વીરતા વેલ્ફેર ટ્રસ્ટે શિવાજી રાધે પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વીરતા વેલફેર ટ્રસ્ટ આયોજિત ફોજી વંદના કાર્યક્રમમાં ક્રાંતિકારી સેના દ્વારા દિવાળી પર્વ પર કચ્છ સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનોની મુલાકાત લઈ મીઠાઈ વિતરણ કરાઈ હતી. તે વેળાએ બીએસએફને જે જરૂરી સુવિધા મળવી જોઈએ તે છે જ નહીં, પાણી પણ ત્યાં મળતું નથી તેના ઘણાં બધાં કારણો છે પણ તેના લીધે જવાનોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી તેવું રાધેભાઈની સામે આવ્યું હતું. ત્યારે ૪૩ થી ૪૫ ડિગ્રી તાપમાનમાં ભારત દેશની રક્ષા કરતા જવાનનો કેવી સમસ્યાનો સામનો કરવો પડતો હશે. તે વિચારી રાધેભાઈ પટેલે BSFના જવાનોને એરકૂલર આપી પોતાની ફરજ પુરી પાડી હતી.