રામ ભરોસે હળવદ… નિષ્ક્રિય પોલીસની ચારેકોર ચર્ચા
વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ તાલુકામાં દિવસેને દિવસે ચોરીના બનાવો માં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે હજુ ચાર દિવસ પહેલા હળવદ ની સોસાયટીમાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો ત્યારબાદ આઠ જેટલા કારખાના માં એકીસાથે ચોરોએ આંતક મચાવ્યો અને લોકો પર પથ્થરમારો પણ કર્યો હતો ત્યારબાદ વેપારીઓમાં રોષ જોવા મળતાં તાત્કાલિક અસરથી હળવદના પીઆઇની બદલી કરવામાં આવી તેમ છતાં પણ બીજા દિવસે માલણીયાદ ગામમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો ચોરીનો નિષ્ફળ પ્રયાસ થતા એક દીકરીના વાળ નો ચોટલો કાપી નાખવામાં આવ્યો ત્યારબાદ ચોરોને હળવદમાં જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ દિવસે ચોરી કરવામાં આવી
બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ શરણેશ્વર રોડ પર આવેલ શિવાલિક એપાર્ટમેન્ટમાં ૨ મકાનમાં એકીસાથે ચોરી કરવામાં આવી સામસામે બે મકાનમાં કુલ મળી એક લાખ 80 હજાર જેટલી રકમની ચોરી પરિવાર બજારમાં ગયો હોય તેમજ પરિવારના સભ્યો પોતાના ધંધામાં વ્યસ્ત હોય તેવા સમયનો લાભ લઇ સમી સાંજે ચોરોએ આ બે મકાનોને નિશાન બનાવ્યું ધોળા દિવસે બે અલગ અલગ મકાનમાં ૯૦ -૯૦ હજારની રકમની ચોરી કરવામાં આવી હળવદ જાણે રામ ભરોસે મૂક્યું હોય તેઓ હળવદમાં માહોલ સર્જાયો લોકો ચારેકોર પોલીસની ટીકાઓ કરી રહ્યા છે
હવે ફક્ત પોલીસ ભરોસે જ નહીં પરંતુ લોકોએ જાતે જાગૃત થવું પડશે અને આ હળવદ ને ખુલ્લી પડકાર ફેંકતાં ચોરો સામે જાગૃત થવાનો સમય આવી ગયો છે