હળવદ વધુ એક ચોરી એલ્યુમિનિયમ ની દુકાન માંથી અંદાજિત દોઢ લાખની રકમ ના માલ સામાન ની ચોરી

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદમાં છેલ્લા ઘણા દિવસોથી દિવસે શહેરી વિસ્તાર તેમજ રાત્રીના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવો ખૂબ જ વધી રહ્યા છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ હળવદમાં આવેલ હોટેલ ક્રોસ રોડ ની બાજુ ની ગલી પાસે આવેલ એલ્યુમિનીયમ સેકસન ની દુકાન માંથી અંદાજિત દોઢ લાખ જેટલા માલ સામાનની ચોરી

બનાવની જાણવા મળતી વિગત મુજબ એલ્યુમિનિયમ સેક્સન ના વેપારી નવ વાગ્યા સુધી એલ્યુમિનીયમ સેકસન નું કામ કરી ઘરે ગયા ત્યારબાદ વહેલી સવારે દુકાન નો માણસ દુકાન ખોલતા અંદરથી આઠ જેટલી બારીઓ તેમજ અન્ય સામાન્ય ચોરી થયાનું માલૂમ પડતાં હળવદ પોલીસને જાણ કરવામાં આવી વેપારીએ તાત્કાલિક અસરથી આરોપીની ધરપકડ થાય તેમ જ પોતાના મુદ્દામાલ પરત આવે તેવી પોલીસ પાસે માંગ કરી

હળવદ મા છેલ્લા ૧૦ દિવસો મા બનેલ ઘટના થી સમગ્ર હળવદ મા ડર નો માહોલ સર્જાયો છે ત્યારે અમે આપને અપીલ કરીએ છીએ જાગૃત બનીને સતર્ક બનીએ પોલીસ ને સાથ સહકાર આપી અફવાઓ થી દુર રહીએ અજાણ્યા લોકો ની પોલીસ ને જાણ કરીએ