નિંદ્રાધીન હળવદ નગરપાલિકા ક્યારે જાગશે સરા રોડ પર ની સ્ટ્રીટ લાઈટ ૨ મહિના થી બંધ

અનેક ચોરી ના બનાવ છતાં પણ તંત્ર ને લાઈટો ચાલુ કરવામાં રસ નથી

વિશાલ જયસ્વાલ હળવદ : તાજેતરમાં જ હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે પોલીસ પ્રશાસન તો ઘોર નિંદ્રામાં છે સાથે સાથે હળવદ નગરપાલિકાનું તંત્ર પણ નિદ્રાધીન હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ સરા ચોકડી થી સરા તરફ જઈ રહેલ રસ્તા પર અંદાજિત ૧૫થી વધુ સોસાયટી આવેલ હોય હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરતા હોય તંત્ર મોટા ઉપાડે સ્ટ્રીટ લાઇટના થાંભલા તો નાખ્યા પરંતુ ચાલુ કરવાનું જાણે ભૂલી ગયા હોય તેમ ૨ મહિના થયા પરંતુ આજ દિન સુધી ચાલુ કરવામાં આવી નથી તેવામાં આજ સાંજે સરા રોડ પર દિન દહાડે લૂંટનો બનાવ બન્યો હતો ત્યારે દિવસે સુરક્ષિત હળવદ નથી તો અંધારામાં કેવી રીતે ??

આટલી સોસાયટીઓ હોવા છતાં પણ સ્ટ્રીટ લાઇટના થાંભલા ચાલુ કરવામાં તંત્ર કેમ કોઈ રસ ધરાવતું નથી રાજકીય નેતાઓ ચૂંટણી સમયે ઘરે ઘરે મત માંગવા જતા હોય છે પરંતુ સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ નીવડયા હોય તેવી ચર્ચાએ હળવદમાં જોર પકડ્યું હવે જોવાનું એ રહેશે કે મીડિયાના અહેવાલ બાદ તંત્ર લાગશે કે પછી તંત્ર આમાં જ ઘોર નિંદ્રામાં રહેશે