ટંકારા મુકામે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દીલક્ષી કાર્યક્રમ યોજાયો 

તા .૪ જૂનના ટંકારા મુકામે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી તથા મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારા દ્વારા આયોજિત, ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દીલક્ષી મહત્વપૂર્ણ માર્ગદર્શન માટેનો ટંકારા તાલુકા કક્ષાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો

આ કાર્યક્રમ ઓનલાઇન અને ઓફલાઇન બને મોડ મા યોજવામાં આવ્યો હતો, ઓનલાઇન મોડથી મુખ્યમંશ્રી અને શિક્ષણ મંત્રીના શુભેચ્છા સંદેશ અને વિવિધ વિભાગના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારાના સંયોજક આર.પી. મેરજાએ સ્વાગત કર્યું હતું આજના ઓફલાઈન કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 પછી શું તે વિષય પર તજજ્ઞ તરીકે પ્રશાંતભાઈ પરમાર અને ITI સંબંધિત અભ્યાસક્રમો વિશે જાણકારી ડી.એસ. દોશીએ આપી હતી

આ કાર્યક્રમમા તાલુકા પંચાયત ટંકારાના પ્રમુખ પુષ્પાબેન પ્રભુલાલ કામરીયા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા, તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી પસંદ કરી પુરુષાર્થ થકી જીવન સફળ બનાવો તેવો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી કહ્યું કે આજે વિશ્વમાં જ્ઞાનની સાથે સાથે વિશિષ્ટ કૌશલ્ય ની ખૂબ જરૂર છે ત્યારે આજના વિદ્યાર્થીઓ તેમની મહત્વપૂર્ણ બોર્ડની પરીક્ષા બાદ ક્યાં ક્ષેત્રે આગળ વધવું તે ખૂબ જ મહત્વનું બની રહે છે

જિલ્લા પંચાયતના સદસ્યઓ અશોકભાઈ ચાવડા, ભુપતભાઈ ગોધાણી, જિલ્લા શિક્ષણાધિકારી  બી. એમ. સોલંકી , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી  દિનેશભાઈ ગરચર, મદદનીશ શિક્ષણ નિરીક્ષક ભાવેશભાઈ ભાલોડીયા, આગેવાન પ્રભુલાલ કામરિયા, ડાયાલાલ ડાંગર, મોરબી જિલ્લા આચાર્ય સંઘના હોદ્દેદારો અધ્યક્ષ લાલજીભાઈ કગથરા અને પ્રમુખ સુરેશભાઈ સરસાવડીયા,ટંકારા તાલુકા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો પ્રમુખ યોગેશભાઈ ઘેટીયા અને મંત્રી વિજયભાઈ ભાડજા તેમજ ટંકારાની સરકારી આઇટીઆઇના આચાર્ય અઘારા ,ગ્રાન્ટેડ આઇટીઆઇ ના આચાર્ય વાઘેલા , બીઆરસી કલ્પેશભાઈ ફેફર તેમજ તાલુકા ની શાળાના આચાર્યઓ, શિક્ષકશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઇ-બહેનો વાલીગણ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે આભારવિધી , મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રી ભાવેશભાઈ ભાલોડિયાએ કરી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.વી.એસ. સંયોજક આર. પી. મેરજાએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે એમ.પી દોશી વિદ્યાલયના આચાર્ય વી.એ. ખાંભલાતથા ન્યુ વિઝન શાળાના સંચાલક અને એસ.વી.એસ.સહસયોજક દિલીપભાઈ બારૈયા તેમજ નેકનામ હાઈસ્કૂલના ટી.પી.કોટડીયા, હરેશભાઈ ભાલોડિયા તેમજ રમેશભાઈ ભુંભરીયાએ જહેમત ઉઠાવી હતી.